Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

International Yoga Day : કાશ્મીરની ધરતી પર PM મોદીએ કર્યા યોગ, કહ્યું- યોગ ફક્ત વિદ્યા જ નહીં વિજ્ઞાન પર છે...

સમગ્ર વિશ્વ આજે એટલે કે 21 મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરી રહ્યું છે. PM મોદી હાલ શ્રીનગરમાં છે. તેઓ યોગ દિવસ (International Yoga Day)ના અવસર પર દેશ અને દુનિયાને સંબોધિત કરી રહ્યા છે. તેઓએ શ્રીનગરમાં...
international yoga day   કાશ્મીરની ધરતી પર pm મોદીએ કર્યા યોગ  કહ્યું  યોગ ફક્ત વિદ્યા જ નહીં વિજ્ઞાન પર છે
Advertisement

સમગ્ર વિશ્વ આજે એટલે કે 21 મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરી રહ્યું છે. PM મોદી હાલ શ્રીનગરમાં છે. તેઓ યોગ દિવસ (International Yoga Day)ના અવસર પર દેશ અને દુનિયાને સંબોધિત કરી રહ્યા છે. તેઓએ શ્રીનગરમાં સામૂહિક યોગ કર્યા. કેન્દ્રીય મંત્રીઓ પણ આજે દેશના વિવિધ ભાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરી રહ્યા છે.

Advertisement

સાઉદીની શિક્ષણ પ્રણાલીમાં યોગનો સમાવેશ થાય છે - PM મોદી

PM મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં યોગ દિનચર્યાનો એક ભાગ બની રહ્યો છે. સાઉદીમાં શિક્ષણ પ્રણાલીમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

PM મોદીએ કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસની શુભેચ્છા પાઠવી

PM નરેન્દ્ર મોદી શ્રીનગરના SKICC હોલમાં પહોંચ્યા છે. યોગ દિવસ પર કાશ્મીરની ધરતી પરથી તમામ યોગ સાધકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે યોગ દિવસ (International Yoga Day) પર સતત રેકોર્ડ બની રહ્યા છે.

વરસાદના કારણે દાલ તળાવને બદલે હોલમાં કાર્યક્રમ...

ખરાબ હવામાનના કારણે PMના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દાલ તળાવને બદલે હોલમાં યોજાઈ રહ્યો છે. PMનો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચો : Uttarakhand : International Yoga Day પર બાબા રામદેવે બાળકો સાથે કર્યા યોગ…

આ પણ વાંચો : International Yoga Day 2024 Live: દેશભરમાં યોગ દિવસનો ઉત્સાહ

આ પણ વાંચો : કોણ છે Bhartruhari Mahtab? જેમને રાષ્ટ્રપતિએ લોકસભાના બનાવ્યા પ્રોટેમ સ્પીકર…

Tags :
Advertisement

.

×