Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે આવતીકાલે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, શું કાલે પણ નડશે વરસાદનું વિઘ્ન ?

વરસાદને કારણે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. સતત વરસાદ અને ખરાબ આઉટફિલ્ડને કારણે ભારત-પાક મેચ હવે રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. એટલે કે બંને ટીમો વચ્ચે હવે આવતીકાલે મેચ રમાશે. વરસાદને જોતા આ...
હવે આવતીકાલે રમાશે ભારત પાકિસ્તાનની મેચ  શું કાલે પણ નડશે વરસાદનું વિઘ્ન
Advertisement

વરસાદને કારણે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. સતત વરસાદ અને ખરાબ આઉટફિલ્ડને કારણે ભારત-પાક મેચ હવે રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. એટલે કે બંને ટીમો વચ્ચે હવે આવતીકાલે મેચ રમાશે. વરસાદને જોતા આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો.

કોલંબોના હવામાનને ધ્યાનમાં રાખીને, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ ભારત-પાકિસ્તાન મેચ માટે 11 સપ્ટેમ્બરને અનામત દિવસ તરીકે નક્કી કર્યો હતો. આજનો દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે જાણો મેચ આવતીકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે પૂરી થશે કે કેમ.

Advertisement

આવતીકાલે પણ કોલંબોમાં ભારે વરસાદની શક્યતા છે

Advertisement

તમને જણાવી દઈએ કે આવતીકાલે પણ કોલંબોમાં ભારે વરસાદની સંભાવના છે. અહેવાલો અનુસાર, 11 સપ્ટેમ્બરે કોલંબોમાં વરસાદની 90 ટકા સંભાવના છે. દિવસ દરમિયાન 15 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો વરસાદના કારણે આવતીકાલે મેચ પૂર્ણ નહીં થાય તો મેચ રદ્દ થશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે ઓછામાં ઓછી 20 ઓવરની રમત રમાશે.

જો મેચ રદ્દ થાય તો...

જો 11મી સપ્ટેમ્બરે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ નહીં થાય અને સતત વરસાદ પડશે તો મેચ રદ્દ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. સુપર-4 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ છે, જ્યારે પાકિસ્તાનની બીજી મેચ છે. પાકિસ્તાને સુપર-4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ કરી શાનદાર શરૂઆત, રોહિત-ગિલ અડધી સદી ફટકારી

આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 56 રન અને ગિલે 58 રનની ઇનિંગ રમી હતી. વરસાદ પહેલા ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 17 રને અને વિરાટ કોહલી 08 રને અણનમ છે.

Tags :
Advertisement

.

×