Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન, 17 વર્ષના યુવકની બે કિડનીનું દાન

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાનનો માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે. ,૧૭ વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાને માનવતાની મહેંક પ્રસરાવી ખોરજના ૧૭ વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી....
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન  17 વર્ષના યુવકની બે કિડનીનું દાન
Advertisement

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાનનો માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે. ,૧૭ વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાને માનવતાની મહેંક પ્રસરાવી

Advertisement

ખોરજના ૧૭ વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ૧૦ મી ઓક્ટોબરના રોજ થયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં પૃથ્વીરાજસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ૧૭ વર્ષના આ યુવાનની સઘન સારવાર હાથ ધરવામાં આવી.ચાર દિવસની સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહના પિતા ધર્મેન્દ્રસિંહ રાઠોડને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણાથી પ્રેરાઈને તેમણે પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કરીને અન્યના જીવનમાં આહલેક પ્રસરવાનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે , સિવિલ હોસ્પિટલમાં ૧૭ વર્ષના યુવકના અંગદાને બે લોકોને નવી જિંદગી આપી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૩૭ અંગો મળ્યાં છે.જેના થકી ૪૨૦ જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

Tags :
Advertisement

.

×