Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'PM મોદીએ શીખો માટે બહુ સારા કામ કર્યા છે, ખાલિસ્તાન માત્ર મુઠ્ઠીભર લોકોની માંગ' શીખ સમુદાયના ઉદ્યોગપતિનું મોટુ નિવેદન

ભારતીય મૂળના અમેરિકન દિગ્ગજ ઉદ્યોગપતિ સંત સિંહ ચટવાલે કહ્યું છે કે 99 ટકા શીખ ભારતને પ્રેમ કરે છે અને ખાલિસ્તાનનું સમર્થન કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. સંત સિંહ ચટવાલે પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે પીએમ મોદીએ શીખ...
 pm મોદીએ શીખો માટે બહુ સારા કામ કર્યા છે  ખાલિસ્તાન માત્ર મુઠ્ઠીભર લોકોની માંગ   શીખ સમુદાયના ઉદ્યોગપતિનું મોટુ નિવેદન
Advertisement
ભારતીય મૂળના અમેરિકન દિગ્ગજ ઉદ્યોગપતિ સંત સિંહ ચટવાલે કહ્યું છે કે 99 ટકા શીખ ભારતને પ્રેમ કરે છે અને ખાલિસ્તાનનું સમર્થન કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. સંત સિંહ ચટવાલે પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે પીએમ મોદીએ શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ખાલિસ્તાનનો મુદ્દો ચર્ચામાં છે, આવી સ્થિતિમાં સંત સિંહ ચટવાલનું આ નિવેદન ઘણું મહત્વનું છે.
સંતસિંહ ચટવાલે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા સંત સિંહ ચટવાલે કહ્યું હતું કે 'એવા ભાગ્યે જ થોડા લોકો હશે જેઓ ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે... થોડી ગેરસમજ છે... આપણે બધા શીખો ભારતને 99 ટકાથી વધુ પ્રેમ કરીએ છીએ. ભારત આપણો દેશ છે અને ખાલિસ્તાનમાં કોઈને રસ નથી. ભારતીય અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યું, 'હું આ અંગે સ્પષ્ટ છું કે બહુ ઓછા લોકો ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. મને ખબર નથી કે તેઓ ક્યાંથી ભંડોળ મેળવે છે અને જેઓ ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે તેઓ ક્યારેય પંજાબ પણ ગયા નથી. મને શીખ હોવાનો ગર્વ છે.
સંત સિંહ ચટવાલે PM મોદી વિશે શું કહ્યું?
સંત સિંહ ચતવાલે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે, 'ભારત પીએમ મોદીના નેતૃત્વમાં સારું કામ કરી રહ્યું છે. તેમણે શીખો માટે કરતારપુર કોરિડોર ખોલ્યો, આ સિવાય તેમણે શીખો માટે ઘણું કર્યું છે. ચટવાલે કહ્યું કે 99 ટકા શીખ સમુદાય ભારતને પોતાનો દેશ માને છે. મને સમજાતું નથી કે ખાલિસ્તાનીઓ અલગ દેશ વિશે કેવી રીતે વિચારી રહ્યા છે. કેનેડા હોય કે અમેરિકા, તેને કોઈ સાથ નથી આપતું.
ભારતમાં મહત્વના હોદ્દા પર શીખો
ચટવાલે કહ્યું કે 'શિખ સમુદાયના લોકો ભારતમાં ઘણા મહત્વપૂર્ણ પદો ધરાવે છે. આપણા શીખ મંત્રી હરદીપ સિંહ પુરી છે. શીખ રાજદૂત સંધુ સાહેબ અહીં અમેરિકામાં છે. મનમોહન સિંહ વડાપ્રધાન હતા,  અને જ્ઞાની ઝૈલ સિંહ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. આ સિવાય શીખોએ આર્મી ચીફ, એરફોર્સ ચીફ અને નેવી ચીફ જેવા મહત્વના પદો પર પણ સેવા આપી છે. અમને અમેરિકામાં પણ સારી સુવિધાઓ મળી છે. અમે ભારત આવીએ છીએ અને જઈએ છીએ. અમે ભારતને પ્રેમ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે સંત સિંહ ચટવાલ અમેરિકાના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને વિવિધ હોટલના માલિક છે.
Tags :
Advertisement

.

×