Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ આ રાજ્યોમાં શાળા-કોલેજ રહેશે બંધ

Ram Mandir Ayodhya:રામ મંદિરની 22 જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેની અત્યારે સમગ્ર ભારતમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત સહિત વિશ્વભરમાં વસતી હિંદુઓમાં Ram Mandir ને લઈને અનેરો ઉત્સાહ છે. આ સંદર્ભે દેશના...
ram mandir ayodhya  22 જાન્યુઆરીએ આ રાજ્યોમાં શાળા કોલેજ રહેશે બંધ
Advertisement

Ram Mandir Ayodhya:રામ મંદિરની 22 જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેની અત્યારે સમગ્ર ભારતમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત સહિત વિશ્વભરમાં વસતી હિંદુઓમાં Ram Mandir ને લઈને અનેરો ઉત્સાહ છે. આ સંદર્ભે દેશના કેટલાક રાજ્યોમાં આ દિવસે રજાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કેટલાક રાજ્યોમાં તો આ દિવસને ડ્રાય ડે પણ જાહેર કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ભારતના કયા રાજ્યોમાં આ દિવસે રજાની જાહેરાત કરવામાં આવી છે...

ઉત્તર પ્રદેશ

જે રાજ્યમાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પતિષ્ઠા થઈ રહી છે તે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલેથી જ રજાની જાહેરાત કરી દીધી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં સ્કુલ, કોલેજ અને દારૂની દુકાનો બંધ રહેશે. આ દિવસે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ શૈક્ષણિક સંકુલ ચાલું રહેશે નહીં.

Advertisement

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં પણ 22 જાન્યુઆરીએ શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહને લઈને મુખ્યમંત્રી મોહન યાદવે પહેલા જ આ આદેશ આપી દીધો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણાં માટે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક તહેવાર બરાબર જ છે. એટલું જ નહીં પરંતુ મધ્યપ્રદેશમાં આ દિવસે દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Advertisement

ગોવા

આ સાથે સાથે ગોવા સરકારે પણ 22 જાન્યુઆરીએ થનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સરકારી કર્મચારીઓ અને શાળા કોલેજોમાં રજાની જાહેરાતા કરી દીધી છે.

છત્તીસગઢ

પ્રભુ શ્રીરામના મોસાળ છત્તીસગઢમાં પણ 22 જાન્યુઆરીએ શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ બાબતે રાજ્ય સરકારે પહેલા જ નિર્દેશ જાહેર કરી દીધો હતો.

આ પણ વાંચો: એક લાખ કરોડનો બિઝનેસ થશે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને કારણે

હરિયાણા

હરિયાણામાં પણ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સરકારી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે એવો પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે કે, આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે. એટલું જ નહીં પરંતુ આ દિવસે રાજ્યમાં દારૂ પર જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×