Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનિયા ગાંધીની તબિયત બગડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત શનિવારે રાત્રે અચાનક બગડી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હળવો તાવ હતો, જે બાદ તેમને સારવાર માટે નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ડોક્ટરે જણાવ્યું કે...
સોનિયા ગાંધીની તબિયત બગડી  દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Advertisement

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત શનિવારે રાત્રે અચાનક બગડી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હળવો તાવ હતો, જે બાદ તેમને સારવાર માટે નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ડોક્ટરે જણાવ્યું કે સોનિયા ગાંધીની હાલત સ્થિર છે અને ડોક્ટરોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.

 માર્ચમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Advertisement

અગાઉ માર્ચમાં પણ સોનિયા ગાંધીને ખરાબ તબિયતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, એક દિવસ પછી જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

Advertisement

 ગાંધી રાજકારણમાં સક્રિય થયા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આ દિવસોમાં રાજકારણમાં ખૂબ સક્રિય દેખાઈ રહ્યા છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો હતો. આ પહેલા તે બેંગ્લોરમાં યોજાયેલી વિપક્ષી એકતાની બેઠકમાં પણ હાજરી આપી હતી.

Tags :
Advertisement

.

×