Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિવાદોની વચ્ચે બાંગ્લાદેશની ટીમમાંથી આ દિગ્ગજનો થયો 'TIME OUT'

ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશની ટીમનો દેખાવ અપેક્ષાઓના અનુસાર રહ્યો નથી. ત્યાર બાદ શ્રીલંકા સામેની મેચમાં ટાઈમ આઉટનો વિવાદ થયો હતો, જેના કારણે બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસન વિવાદોમાં ફસાયા હતા. ટીમના ફાસ્ટ બોલિંગ કોચ એલન ડોનાલ્ડે પણ...
વિવાદોની વચ્ચે બાંગ્લાદેશની ટીમમાંથી આ દિગ્ગજનો થયો  time out
Advertisement

ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશની ટીમનો દેખાવ અપેક્ષાઓના અનુસાર રહ્યો નથી. ત્યાર બાદ શ્રીલંકા સામેની મેચમાં ટાઈમ આઉટનો વિવાદ થયો હતો, જેના કારણે બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસન વિવાદોમાં ફસાયા હતા. ટીમના ફાસ્ટ બોલિંગ કોચ એલન ડોનાલ્ડે પણ આ મુદ્દે શાકિબનું સમર્થન કર્યું ન હતું, હવે આ તમામ બાબતો વચ્ચે તેણે ટીમ છોડવાનો નિર્ણય પણ લીધો છે. તે વર્લ્ડ કપ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપશે.

વર્લ્ડ કપ પછી ટીમમાંથી લેશે વિદાય એલન ડોનાલ્ડ

Advertisement

Advertisement

તાજેતરના અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે તેમના સ્થાને નવા  ચહેરાની શોધ શરૂ કરી દીધી છે. તેમજ વર્લ્ડ કપ બાદ નવા ટેસ્ટ કેપ્ટન અને શાબિક અલ હસનના ભવિષ્ય અંગે પણ  નિર્ણય લેવામાં આવનાર છે. આ માહિતી આપતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 'તેણે (એલન ડોનાલ્ડ) ટીમ મીટિંગ દરમિયાન કહ્યું હતું કે તે વર્લ્ડ કપ પછી અમારી સાથે જોડાશે નહીં.'

ડોનાલ્ડના નેતૃત્વમાં ટીમના પેસ એટેકમાં થયો હતો સુધારો 

માર્ચ 2022માં T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં આવેલ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પેસ એટેકમાં સુધારાને કારણે તેમનો કરાર વર્લ્ડ કપ 2023 સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તેણે પોતે જ તેને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે.

વર્લ્ડ કપ બાંગ્લાદેશનું નિરાશાજનક અને વિવાદાસ્પદ પ્રદર્શન

ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશની ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ટીમ સતત છ મેચ હારી છે. ત્યાર બાદ બાંગ્લાદેશે આઠમી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. હવે છેલ્લી મેચમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. હાલમાં બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ તે નવમા સ્થાને સરકી શકે છે જેના કારણે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સ્થાન પણ ગુમાવી શકે છે. વર્લ્ડ કપ 2023ની ટોચની 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થશે.

આ પણ વાંચો -- Afghanistan Semi Final Scenario: અફઘાનિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં, દક્ષિણ આફ્રિકા સામે આ ચમત્કાર કરવો પડશે!

Tags :
Advertisement

.

×