World Cup : ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી
ઓસ્ટ્રેલિયા (Australia)ના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે 40 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 240.91 હતો. મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારીને 49 બોલમાં સદી પૂરી કરનાર દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
એડન માર્કરામે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 49 બોલમાં સદી ફટકારી હતી
આ પહેલા આ જ વર્લ્ડ કપમાં એડન માર્કરામે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 49 બોલમાં સદી ફટકારી હતી. મેક્સવેલની સદીની વાત કરીએ તો, તે નેધરલેન્ડના બોલરો પર રીતસર ત્રાટક્યો હતો. તે 39.1 ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 48.5 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલે કે મેક્સવેલે ઈનિંગની 10થી ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા મેક્સવેલે 2015 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.
🚨 History in Delhi 🚨
Glenn Maxwell has obliterated the record for the fastest-ever Cricket World Cup century 😲 💥
Read more about his stunning 💯 ⬇️#AUSvNED #CWC23https://t.co/YNMpKsuXhT
— ICC (@ICC) October 25, 2023
ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) - 40 બોલ વિ નેધરલેન્ડ, 2023* (આજે)
એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) – 49 બોલ વિ. શ્રીલંકા 2023
કેવિન ઓ'બ્રાયન (આયરલેન્ડ) - ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 બોલ, 2011
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 51 બોલ વિ. શ્રીલંકા 2015.
ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હીમાં રમાઈ રહેલી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રથમ ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 240.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા.
આ પણ વાંચો----ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મળ્યા તેમના નવા દ્રોણાચાર્ય, શાનદાર રહી છે 21 વર્ષની કારકિર્દી


