Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુસ્તીબાજોના ધરણા વચ્ચે કુસ્તી સંઘની ચૂંટણી પર પ્રતિબંધ 

રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચૂંટણી આવતા મહિને યોજાવાની હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોએ ફરી એકવાર જંતર-મંતર...
કુસ્તીબાજોના ધરણા વચ્ચે કુસ્તી સંઘની ચૂંટણી પર પ્રતિબંધ 
Advertisement
રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચૂંટણી આવતા મહિને યોજાવાની હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોએ ફરી એકવાર જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા છે.
રમત મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એક એડહોક કમિટી બનાવશે. આ કમિટી 45 દિવસમાં રેસલિંગ ફેડરેશનની ચૂંટણી કરાવશે. IOA કમિટી ખેલાડીઓની પસંદગી પણ કરશે અને ફેડરેશનના રોજિંદા કામકાજનું પણ ધ્યાન રાખશે.
સુપ્રીમ કોર્ટમાં અરજી
સોમવારે (24 એપ્રિલ) ધરણા પર બેઠેલી મહિલા રેસલર્સે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં વિનેશ ફોગટ સહિત 7 કુસ્તીબાજોએ સર્વોચ્ચ અદાલતને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઈઆરનો આદેશ આપવાની માંગ કરી છે. મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ સુનાવણીની માંગ કરશે.
દિલ્હી પોલીસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
દરમિયાન, દિલ્હી પોલીસે દેખરેખ સમિતિ દ્વારા તપાસ અંગે રમત મંત્રાલય પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, રમત મંત્રાલયે કુસ્તી મહાસંઘના પ્રમુખ પર લાગેલા આરોપોની તપાસ માટે કુસ્તીબાજો સાથે ચર્ચા કર્યા પછી 6 સભ્યોની દેખરેખ સમિતિની રચના કરી હતી. મેરી કોમને આ સમિતિની અધ્યક્ષ બનાવવામાં આવી હતી. આ કમિટી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રોજબરોજની પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવાની હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×