BCCI T10 League : શું BCCI આવતા વર્ષે નવી લીગ શરૂ કરશે ? T10 ટૂર્નામેન્ટ IPL જેવી હોઈ શકે છે...
IPL ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઈઝી પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. દરમિયાન, એક અહેવાલ સામે આવ્યો છે કે BCCI આવતા વર્ષે નવી લીગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ બોર્ડની ટિયર-2 ટુર્નામેન્ટ હશે. એવું માનવામાં આવે છે કે BCCI T10 ફોર્મેટ અપનાવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહ આ લીગને લઈને વધુ સક્રિય છે. તેમણે બોર્ડના સભ્યો સમક્ષ પણ આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. જય શાહને પણ પ્રાયોજકોનો સહયોગ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો લીગ શરૂ થશે તો તે સિનિયર ખેલાડીઓ માટે નહીં હોય. બોર્ડ આઈપીએલની સમાન કોઈ લીગ ગોઠવવાનું વિચારી રહ્યું નથી. આ ટિયર-2 લીગ હશે અને તેમાં માત્ર ચોક્કસ વય સુધીના ખેલાડીઓને જ સ્થાન મળશે.
નવી ટુર્નામેન્ટ માટે વય મર્યાદા નક્કી કરવામાં આવશે
જો BCCI T10 ક્રિકેટને નહીં અપનાવે તો તે નવી T20 લીગ શરૂ કરી શકે છે. આમાં એક નિશ્ચિત વય મર્યાદા હશે. એવું માનવામાં આવે છે કે જો ટૂર્નામેન્ટની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જાય તો બોર્ડ આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેનું આયોજન કરી શકે છે. તેનાથી IPL પર કોઈ અસર નહીં થાય. બોર્ડ તેની સૌથી મોટી ટૂર્નામેન્ટ સાથે છેડછાડ કરવા માંગતું નથી.
જુનિયર સ્તરના ખેલાડીઓને તક મળશે
છેલ્લા કેટલાક સમયથી ચાહકો T10 ક્રિકેટ તરફ આકર્ષાઈ રહ્યા છે. તે ઓછો સમય લે છે અને દર્શકોનું ઘણું મનોરંજન પણ કરે છે. અબુ ધાબી T10 લીગની સફળતાએ BCCIને આ વિશે વિચારવા માટે મજબૂર કરી દીધું છે. જુનિયર સ્તરના ખેલાડીઓને પૂરતી તકો પૂરી પાડવા માટે બોર્ડ આ ટુર્નામેન્ટ શરૂ કરવા માંગે છે. IPLમાં ભાગ લેનારા મોટા ખેલાડીઓને T10 લીગથી દૂર રાખવામાં આવી શકે છે.
આ પણ વાંચો : IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સનું મોટું એલાન, IPL 2024 માટે હાર્દિક પંડ્યાને બનાવ્યા કેપ્ટન, રોહિતનો આભાર માન્યો


