Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં રાજસ્થાનને પછાડતા જ ગુજરાત ટાઈટન્સ ફરી નંબર-1 બનશે!

IPl 2023 ની સફર હવે અડધા તરફ પહોંચવાની નજીક છે. પાંચ-પાંચ મેચ ટીમોએ રમવાનો તબક્કો શરુ થઈ ચૂક્યો છે. શનિવારે ડબલ હેડલ દિવસ હતો, જેમાં બીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં પંજાબ...
અમદાવાદમાં રાજસ્થાનને પછાડતા જ ગુજરાત ટાઈટન્સ ફરી નંબર 1 બનશે
Advertisement

IPl 2023 ની સફર હવે અડધા તરફ પહોંચવાની નજીક છે. પાંચ-પાંચ મેચ ટીમોએ રમવાનો તબક્કો શરુ થઈ ચૂક્યો છે. શનિવારે ડબલ હેડલ દિવસ હતો, જેમાં બીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક રીતે જીતી લઈને સિઝનમાં ત્રીજી મેચ પોતાના નામે કરી હતી. પંજાબ કિંગ્સ અને લખનૌ બંને ટીમોએ પોતાની 5-5 મેચ સિઝનમાં રમી છે. લખનૌ મેચ હારીને પણ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને જળવાઈ રહ્યુ છે. જ્યારે પંજાબ ફરીથી ટોપ ફાઈવમાં સામેલ થઈ ચુક્યુ છે. લખનૌએ સિઝનમાં બીજી હારનો સામનો કર્યો હતો.

આજે અમદાવાદનું હવામાન કેવું રહેશે?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે સાંજે 7.30 વાગ્યાથી રમાનાર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચ દરમિયાન આકરી ગરમી પડવાની સંભાવના છે. અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે. આવી સ્થિતિમાં, સાંજે સાત વાગ્યે મેચના ટોસના સમય સુધી, તે 37 ડિગ્રીની નજીક રહેવાની ધારણા છે. વરસાદની કોઈ શક્યતા નથી.

Advertisement

Advertisement

રાજસ્થાન શાનદાર ફોર્મમાં
ચેપોક મેદાનમાં રાજસ્થાનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બેટિંગમાં જોસ બટલર સતત રન બનાવી રહ્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલે પણ તેને ઘણો સપોર્ટ કર્યો છે. તે જ સમયે, ફિનિશર તરીકે, શિમરોન હેટમાયરે ટીમને મોટા ટોટલ સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની સ્પિનનો જાદુ છવાઈ ગયો છે.

રાજસ્થાન નંબર-1
રવિવારે રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થનારો છે. આ મેચમાં રાજસ્થાનને પોતાની હાર નંબર 1 ના સ્થાનેથી નિચે સરકાવી શકે છે. જ્યારે જીત નંબર 1 પર યથાવત બનાવી રાખી શકે છે. આમ ગુજરાત સામે અમદાવાદમાં રાજસ્થાને દમ દેખાડવો પડશે. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં 4 મેચ રમીને 1 મેચમાં હાર મેળવી છે. આમ પોઈન્ટ્સ ટેબલમાં પોતાના ખાતામાં 6 અંક ધરાવે છે. આમ રાજસ્થાન, લખનૌ, ગુજરાત અને પંજાબ પાસે એક સરખા આંક છે, પરંતુ નેટ રનરેટના આધારે રાજસ્થાન ટોપ પર અને લખનૌ બીજા સ્થાને છે. ગુજરાતને ચોથી જીત નંબર 1 બનાવી શકે છે.

કેવી છે અમદાવાદની પીચ
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર જોરદાર રન વરસે છે અને બેટ્સમેનોને ફૂલ મોજ પડે છે. આ મેદાન પર કેકેઆર અને ગુજરાત વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં ચોગ્ગા-છગ્ગાનો જોરદાર વરસાદ થયો હતો. કોલકાતાએ રિંકુ સિંહની તોફાની બેટિંગના આધારે 205 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો..

આંકડાઓ શું કહે છે?
અમદાવાદના આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 10 T20 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 6 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરતી ટીમે 4 મેચ જીતી છે. પ્રથમ દાવમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 160 છે. તે જ સમયે, બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 137 છે.

આપણ  વાંચો- શાહરુખ ખાનનો બાઉન્ડરી પર કમાલ, જબરદસ્ત ઝડપ્યા કેચ,જુઓ VIDEO

Tags :
Advertisement

.

×