INDIA vs Nepal મેચમાં વરસાદ પડ્યો તો ? શું ટીમ ઈન્ડિયા પહોંચશે સુપર-4 માં ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાની ઇનિંગ બાદ વરસાદ વિલન બન્યો હતો જે બાદ બંને ટીમને 1-1 પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા. હવે આજે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાવાની છે જેમા પણ વરસાદ પડે તેની સંભાવનાઓ છે. હવે જો આ મેચમાં પણ વરસાદ પડે છે તો સુપર-4 માં ટીમ ઈન્ડિયા પહોંચશે કે નહીં તે સવાલ સૌ કોઇને થઇ રહ્યો છે. અમે તમને અહીં જણાવીશું કે જો આવી પરિસ્થિતિ ઉભી થાય છે તો શું ટીમ ઈન્ડિયા સુપર-4 માં પહોંચશે કે નહીં.
પહેલીવાર આમને-સામને હશે ભારત-નેપાળની ટીમ
એશિયા કપ 2023ની 5મી અને મહત્વની મેચ આજે India-Nepal વચ્ચે રમાવાની છે. આ મેચ જીતનારી ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે અને હારનાર ટીમની સફર આ ટુર્નામેન્ટમાં અહીં જ સમાપ્ત થશે. ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત નેપાળ સાથે ટકરાવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં નેપાળ શક્તિશાળી ભારતીય ટીમની સામે ખૂબ દબાણમાં હશે. જોકે, તે કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, તેમાં શું થશે તે કોઈ કહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં જો નેપાળ મોટો અપસેટ સર્જે અને ભારતને હરાવવામાં સફળ રહે છે તો ટીમ ઈન્ડિયાની સફર અહીં જ સમાપ્ત થઈ શકે છે. આ સિવાય એક બીજો પ્રશ્ન છે જે ચાહકોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. જો ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની જેમ ભારત અને નેપાળની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે? જો તમારા મનમાં આવો જ પ્રશ્ન ચાલી રહ્યો હોય તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. અમે તમને જણાવીએ છીએ કે ભારત અને નેપાળની મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ સુપર-4 ટીમ કેવી રીતે નક્કી કરવામાં આવશે.
હવામાન કેવું રહેશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ પહેલા અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વરસાદને કારણે ઘણી પરેશાની થઈ શકે છે અને કંઈક આવું જ જોવા મળ્યું અને અંતે મેચ રદ્દ થઈ ગઈ. અગાઉ નેપાળ સામેની મેચમાં એક્યુવેધરના અહેવાલ મુજબ વરસાદની સંભાવના 89% છે. વળી, તાપમાન ઓછામાં ઓછું 21 ડિગ્રી અને મહત્તમ 27 ડિગ્રી રહેવાની ધારણા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા કંઈક આવી જ આગાહી કરવામાં આવી હતી. જે મેચના દિવસે પણ સાચુ સાબિત થયું હતું. પરંતુ ચાહકો અને બંને ટીમો ઈચ્છતા હશે કે વરસાદ ઓછામાં ઓછો મેચમાં ખલેલ પહોંચાડે અને આ મેચ રમાઈ શકે.
જો મેચ રદ્દ થશે તો કઇ ટીમને ફાયદો થશે
જો ભારત અને નેપાળ વચ્ચે રમાનારી મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાને તેનો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે જ્યારે ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ રદ્દ થઈ હતી, ત્યારે નેપાળને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાના એક પોઈન્ટ છે અને નેપાળના 0 પોઈન્ટ છે. બીજી તરફ, જો આ બંને ટીમોની આગામી મેચ રદ થાય છે, તો ભારતના બે પોઈન્ટ થશે અને નેપાળના એક પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સુપર 4 માટે ક્વોલિફાઈ થઈ જશે.
આ સમીકરણ ભારતના પક્ષમાં રહેશે
પાકિસ્તાન એશિયા કપ 2023ના ગ્રુપ-A માંથી સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે. આજે ભારત અને નેપાળ વચ્ચે નોકઆઉટ મેચ રમાવાની છે, જે ટીમ આ મેચ જીતશે તેને સુપર-4ની ટિકિટ મળશે. જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો તેનો ફાયદો માત્ર ભારતને જ મળશે. વાસ્તવમાં પાકિસ્તાન સામેની મેચ ધોવાઈ ગયા બાદ ભારતના ખાતામાં 1 પોઈન્ટ છે, જો નેપાળ સામેની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો ટીમ ઈન્ડિયાને 1 વધુ પોઈન્ટ મળશે અને ભારત 2 પોઈન્ટ સાથે સુપર-4માં પ્રવેશ કરશે. .
આ પણ વાંચો - Asia Cup 2023 : આજે ભારત અને નેપાળ વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત ખેલાડીઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


