Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મિત્ર હોય તો Sunil Gavaskar જેવો, મિત્રના એક જ ફોન પર પહોંચી ગયા નવસારી

મિત્રતા કોને કહેવાય એ કોઇ Sunil Gavaskar જોડેથી શીખે. મિત્રનો ફોન આવ્યો અને પહોંચી ગયા ગુજરાતમાં આવેલા નવસારી. જણાવી દઇએ કે, તેઓ નવસારીના સિમલક ગામમાં પોતાના એક મિત્રના ઘરે પહોંચ્યા હતા. અહી તેઓ મૂળ સીમલકના અને હાલ ઈંગ્લેન્ડમાં રહેતા સોલીભાઈ...
મિત્ર હોય તો sunil gavaskar જેવો  મિત્રના એક જ ફોન પર પહોંચી ગયા નવસારી
Advertisement

મિત્રતા કોને કહેવાય એ કોઇ Sunil Gavaskar જોડેથી શીખે. મિત્રનો ફોન આવ્યો અને પહોંચી ગયા ગુજરાતમાં આવેલા નવસારી. જણાવી દઇએ કે, તેઓ નવસારીના સિમલક ગામમાં પોતાના એક મિત્રના ઘરે પહોંચ્યા હતા. અહી તેઓ મૂળ સીમલકના અને હાલ ઈંગ્લેન્ડમાં રહેતા સોલીભાઈ આદમના મહેમાન બન્યા હતા. સોલીભાઈ આદમ હાલમાં ગામમાં એક નવું મકાન બનાવી રહ્યા છે. તે જોવા માટે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સિમલકમાં મુસ્લિમ શિક્ષણ સંસ્થાનની પણ મુલાકાત લીધી હતી. અને અહીં પહોંચ્યા બાદ તેમણે પોતાના મિત્રને મળીને ખુશી વ્યક્ત કરી હતી.

સુનિલ ગાવાસ્કરે મિત્રને આપેલું વચન પાળ્યું

Advertisement

સુનિલ ગાવાસ્કર પોતાના વાયદાના કેટલા પાક્કા છે તે તેમણે પોતાના મિત્રને સાબિત કરીને બતાવ્યું હતું. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નાનકડા ગામ સીમલકમાં તેઓ પોતાના મિત્રને કરેલો વાયદો પૂરો કરવા પહોંચ્યા હતા. સુનિલ ગાવસ્કરે મૂળ યુકેના સોલી આદમના નવા બનેલા ઘર પર રિબન કાપીને તેના મિત્ર સોલી અને તેના પરિવારને ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. સોલીભાઈ આદમ વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા અને ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવતા હોવાના કારણે તેઓ ઘણા ક્રિકેટરોના સંપર્કમાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પણ ઘણા ખેલાડીઓ તેમના ખાસ મિત્ર છે અને ઘણીવાર આ ક્રિકેટર્સ તેમના ઘરે આવેલા છે. વર્ષો પહેલા તેમનો સુનિલ ગાવાસ્કર સાથે પણ સંપર્ક થયો હતો અને ત્યારથી બંદાયેલી મિત્રતા આજે પણ અકબંધ રહી છે.

Advertisement

મોડી સાંજ સુધી તેઓ સોલીભાઈના પરિવાર સાથે રહ્યા

ગાવસ્કર સાથે સોલી આદમની મિત્રતા 52 વર્ષ બાદ ભાઈ જેવી બની ગઈ છે. સોલીએ હવે તેમનું પૈતૃક મકાન તોડીને સીમલક ગામમાં નવું મકાન બનાવ્યું છે. ઘરમાં પ્રવેશતા પહેલા તેમણે ભારતના પહેલા લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને આમંત્રણ આપ્યું હતું. પરંતુ ચાલી રહેલા વર્લ્ડ કપને કારણે સુનીલ ગાવસ્કર ખૂબ વ્યસ્ત હોવાના કારણે આવી શક્યા ન હતા. જોકે, તેમણે તેમના મિત્ર સોલીને વર્લ્ડ કપ પછી મળવાનું વચન આપ્યું હતું. જે ગાવસ્કરે ગઈ કાલે પૂરી કરી હતી. બેંગલુરુથી સુરત અને ત્યાંથી સીમલકની ફ્લાઇટ લીધા પછી, સુનિલ ગાવસ્કરે સોલી આદમના નવા ઘરની રિબન કાપી અને તેના મિત્ર સોલી અને તેના પરિવારને ઘરમાં લઈ ગયા.

હું મારા મિત્ર અને તેના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું : સુનિલ ગાવાસ્કર

સુનિલ ગાવસ્કર ગામમાં આવ્યા હોવાની જાણ થતાં, ગામના આગેવાનોએ એક સન્માન સમારોહનું આયોજન કર્યું અને ગાવસ્કરનું ઉત્સાહપૂર્વક સન્માન કર્યું. જ્યાં ગામના લોકો વચ્ચે સુનીલ ગાવસ્કરે આ ભાષા પ્રત્યેનો પ્રેમ એમ કહીને વ્યક્ત કર્યો કે તેઓ ગુજરાતી જાણે છે. ગાવસ્કરે તેમના એક રાત્રી રોકાણ દરમિયાન સવારે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો. જેમાં તેમણે કઢી ખીચડી, રીંગણ બટેટા, રોટલી, રાઉતુ અને મીઠી ભાતનું સાદું ભોજન કર્યું અને પછી મુંબઈ જવા રવાના થયા. પરંતુ તે પહેલા તેમણે ક્રિકેટ ચાહકોને એક મીની-મીટ આપી અને બાળકોએ તેમના બેટ પર સુનીલ ગાવસ્કરની સહી મેળવી અને જીવનભરની યાદો બનાવી.

ઘણા દિગ્ગજ ક્રિકેટરો સોલીના ઘરે રોકાયા છે

બ્રિટનમાં સોલી આદમના ઘરે ઘણા ભારતીય ક્રિકેટના દિગ્ગજો રહી ચુક્યા છે. સચિન તેંડુલકર તેની ક્રિકેટ કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં 4 મહિના ત્યાં રહ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડની યોર્કશાયર ક્લબે વિદેશી ક્રિકેટરોને પ્રવેશની મંજૂરી આપી ન હતી, ત્યારે સોલીના પ્રયાસોથી જ સચિન તેંડુલકરને પ્રથમ વખત ક્રિકેટ રમવા માટે કરારબદ્ધ કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટરો કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, બ્રિજેશ પટેલ, બિશન સિંહ બેદી, અશોક માકંડ, વીવીએસ લક્ષ્મણ, વિનોદ કાંબલી તેમજ પાકિસ્તાન અને વિશ્વના અન્ય દેશોના ઘણા ખ્યાતનામ ક્રિકેટરો સોલી આદમના ઘરે રોકાયા છે અને તેમની પત્ની મરિયમ આદમ દ્વારા રાંધેલું ભોજન ખાધુ છે.

આ પણ વાંચો - મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક સ્વાગત, કહ્યું – ફરી એ જ ટીમમાં આવીને સારું લાગ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×