Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 AUCTION માં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સની બલ્લે બલ્લે, MITCHELL STARC એ તોડ્યો PAT CUMMINS નો રેકોર્ડ

IPL 2024 ની હરાજી દુબઇ ખાતે યોજાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક હવે IPL ઇતિહાસના સૌથી મોંઘા ખિલાડી બન્યા છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલની આગામી સિઝન માર્ચ મહિનામાં રમવાની છે, જેમાં વધુ સમય બાકી...
ipl 2024 auction માં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સની બલ્લે બલ્લે  mitchell starc એ તોડ્યો pat cummins નો રેકોર્ડ
Advertisement

IPL 2024 ની હરાજી દુબઇ ખાતે યોજાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક હવે IPL ઇતિહાસના સૌથી મોંઘા ખિલાડી બન્યા છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલની આગામી સિઝન માર્ચ મહિનામાં રમવાની છે, જેમાં વધુ સમય બાકી નથી. જેના કારણે IPL ની તમામ ફ્રેન્ચાઇઝીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

IPL 2024 ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે મિચેલ સ્ટાર્ક ઉપર અત્યાર સુધીના ઇતિહાસની સૌથો મોટી બોલી લગાવી છે. શાહરુખ ખાનની ટીમે ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલર મિચેલ સ્ટાર્ક ઉપર 24.75 કરોડની બોલી લગાવી છે. પહેલા, ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન ખિલાડી અને કેપ્ટન પેટ કમિન્સને SRH ની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Advertisement

MITCHELL STARC ને ટીમમાં શામેલ કર્યા બાદ KKR ટીમે કરી આ પોસ્ટ

Advertisement

KKR ટીમે STARC ને ટીમમાં શામેલ કર્યા બાદ ખુબ જ રમુજી પોસ્ટ સોશ્યિલ મીડિયા ઉપર શેર કરી હતી. જેમાં MITCHELL STARC ને આયર્ન મેનના અવતારમાં બતાવવામાં આવ્યો હતો અને કૅપ્શનમાં એવેન્જર્સ ફિલ્મનો ફેમસ ડાયલોગ પણ લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, MITCHELL STARC  પહેલા પણ KKR ટીમનો ભાગ રહ્યાં હતા પરંતુ ઇજાના કારણે તે વર્ષ એક પણ મેચ રમી શક્યા ન હતા. હવે KKR ટીમે ફરીથી MITCHELL STARC ઉપર વિશ્વાસ મુક્યો છે, અને તેને મોટી રકમ આપીને ટીમમાં સમાવેશ કર્યો છે.

MITCHELL STARC નો IPL  માં દેખાવ

Mitchell Starc pulls out of IPL, ends association with RCB

MITCHELL STARC એ IPL માં 27 મેચ રમી છે, જેમાં તેને 7.17 ની ઈકોનોમી થી 34 વિકેટ ઝડપી છે. MITCHELL STARC એ IPL માં વધારે મેચ રમ્યા નથી, પરંતુ તેમનો દેખાવ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. પરંતુ અહીં મહત્વની વાત તો એ છે કે, MITCHELL STARC છેલ્લી વખત મેચ 2015 માં રમ્યા હતા. તેઓ વર્ષ 2024 માં 8 વર્ષ માં પોતાનું કમબેક કરવા જઈ રહ્યા છે. હવે તેમનો દેખાવ આ સંસ્કરણમાં કેવો રહેશે તે તો જોવું જ રહ્યું.

આ રહ્યા છે IPL AUCTION ના સૌથી મોંઘા ખિલાડીઓ

મિચેલ સ્ટાર્ક  -  કોલકાતા નાઈટ રાઈડર્સ - 24.75 કરોડ ( 2024 )
પેટ કમિન્સ  -   સનરાઇઝર્સ હૈદરાબાદ -  20.50 કરોડ   ( 2024 )
સેમ કરન  - પંજાબ કિંગ્સ -  18.50 કરોડ ( 2023 )
કેમેરોન ગ્રીન  -  મુંબઈ ઈન્ડિયન્સ  -  17.50 કરોડ ( 2023 )
બેન સ્ટોક્સ - ચેન્નાઈ સુપર કિંગ્સ -  16.25 કરોડ ( 2023 )
ક્રિસ મોરિસ  - રાજસ્થાન રોયલ્સ  - 16.25 કરોડ  ( 2021 )
નિકોલસ પૂરન  -  લખનૌ સુપર જાયન્ટ્સ - 16.00 કરોડ  ( 2023 )
યુવરાજ સિંહ - દિલ્હી ડેરડેવિલ્સ  - 16.00 કરોડ   ( 2015 )
પેટ કમિન્સ - કોલકાતા નાઈટ રાઈડર્સ - 15.50 કરોડ ( 2020 )
ઈશાન કિશન -  મુંબઈ ઈન્ડિયન્સ - 15.25 કરોડ ( 2022 )

આ પણ વાંચો – IPL 2024 AUCTION : ગુજરાતના આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ

Tags :
Advertisement

.

×