Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ, હવે આ રાજ્યએ કરી 11 કરોડના ઈનામની જાહેરાત

MAHARASHTRA GOVERMEN : ભારતની ટીમએ વિશ્વકપ જીતીને ઇતિહાસ સર્જી નાખ્યો છે. ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર 7 રનથી જીત મેળવી હતી. ભારતની ટીમ આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારતીય ટીમે 17 વર્ષની લાંબી રાહ બાદ T20 વર્લ્ડ...
ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ  હવે આ રાજ્યએ કરી 11 કરોડના ઈનામની જાહેરાત
Advertisement

MAHARASHTRA GOVERMEN : ભારતની ટીમએ વિશ્વકપ જીતીને ઇતિહાસ સર્જી નાખ્યો છે. ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર 7 રનથી જીત મેળવી હતી. ભારતની ટીમ આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારતીય ટીમે 17 વર્ષની લાંબી રાહ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ભારત પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મળ્યા અને શુભેચ્છા પાઠવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં પણ ભારતની ટીમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમને અહી BCCI એ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ ભારતીય ટીમના સન્માનના રૂપમાં ઈનામની જાહેરાત કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

MAHARASHTRA ની સરકારે કરી 11 કરોડ ઈનામ આપવની જાહેરાત

Advertisement

હવે ભારતીય ટીમ ઉપર વધુ પૈસાનો વરસાદ થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. અહીંના વિધાન ભવનમાં આ જાહેરાત કરવામાં આવી હતી જ્યાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સપોર્ટ સ્ટાફના પારસ મ્હામ્બરે અને અરુણ કનાડેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે કર્યા રોહિત શર્માના વખાણ

ભારતના વિજય થવા બદલ આખા દેશના લોકો ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે. વધુમાં આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. અજિત પવારે કહ્યું કે રોહત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે T20Iમાં નહીં રમે. પરંતુ જ્યારે પણ અમે ટી-20 મેચ જોઈશું, અમે તમને અને તમારી ટીમની સિદ્ધિઓને હંમેશા યાદ રાખીશું. ફડણવીસે રોહિતની પ્રશંસા કરતા કહ્યું કે તેનું નામ હવે ક્રિકેટ ઈતિહાસમાં હંમેશ માટે લખાઈ જશે. રોહિતે અમને એક જ દિવસમાં સારા અને ખરાબ બંને સમાચાર આપ્યા. તેણે T20 વર્લ્ડ કપ તો જીત્યો પણ સાથે જ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં તેમનું નામ કાયમ માટે લખાઈ ગયું છે. વધુમાં આ કાર્યક્રમમાં રોહિત શર્માએ પણ પોતાના મનની વાત સૌ સામે રજૂ કરી હતી.

આ પણ વાંચો : આજે INDIA અને PAKISTAN આવશે આમને-સામને, યુવરાજ અને આફ્રિદીની ટક્કરમાં કોનો થશે વિજય?

Tags :
Advertisement

.

×