Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એશિયા કપ 2023 ને લઇને પાકિસ્તાન જીદે ચઠ્યું, તો શું રદ્દ થઇ શકે છે ટૂર્નામેન્ટ?

એશિયા કપ એ એશિયન દેશો વચ્ચે રમાતી સ્પર્ધા છે જેમાં ODI અને T20 બંને ફોર્મેટનો સમાવેશ થાય છે. હાલમાં IPL ટૂર્નામેન્ટ ભારતમાં ચાલી રહી છે. તે પછી ટીમ ઈન્ડિયા ICC World Test Championship Final 2023 રમશે. વળી એશિયા કપ પણ...
એશિયા કપ 2023 ને લઇને પાકિસ્તાન જીદે ચઠ્યું  તો શું રદ્દ થઇ શકે છે ટૂર્નામેન્ટ
Advertisement

એશિયા કપ એ એશિયન દેશો વચ્ચે રમાતી સ્પર્ધા છે જેમાં ODI અને T20 બંને ફોર્મેટનો સમાવેશ થાય છે. હાલમાં IPL ટૂર્નામેન્ટ ભારતમાં ચાલી રહી છે. તે પછી ટીમ ઈન્ડિયા ICC World Test Championship Final 2023 રમશે. વળી એશિયા કપ પણ આ વર્ષે જ રમાવાનો છે. જોકે, એશિયા કપ 2023ના સ્થળને લઈને લગભગ 7 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાને કરવાની છે પણ મુંબઈ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય મડાગાંઠ છે.

આ સમગ્ર મામલાને ટાંકીને BCCI ના સચિવ જય શાહે ઓક્ટોબરમાં જ T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે, ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. જે બાદથી જ આ વિવાદ શરૂ થયો હતો. PCB ના તત્કાલીન વડા રમીઝ રાજાએ આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પણ હાજરી ન આપવાની ધમકી આપી હતી. કાર્યવાહક અધ્યક્ષની ભૂમિકા હાલમાં નજમ સેઠી નિભાવી રહ્યા છે. તેમના આવ્યા બાદ પણ આ વિવાદ ઉકેલાયો ન હતો. હવે જે બાબતો સામે આવી રહી છે તેમાં એવી ચર્ચા છે કે એશિયા કપ 2023 રદ્દ થઈ શકે છે.

Advertisement

જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાજકીય ખેંચતાણને કારણે, BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સાથે કરાર કર્યો હતો. મીટીંગ દરમિયાન, ભારતની મેચો અન્ય દેશોમાં યોજવા અને બાકીની તમામ મેચો આપણા દેશમાં કરાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, BCCIને પાકિસ્તાનનું હાઇબ્રિડ મોડલ પસંદ નથી આવી રહ્યું, આવી સ્થિતિમાં પાકિસ્તાનને એશિયા કપ પહેલા મોટો ઝટકો લાગી શકે છે. પાકિસ્તાનની એક વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાને આ અંગે સંપૂર્ણ માહિતી શેર કરી છે. આ વેબસાઈટના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પોતાની જિદ્દ પર અડગ છે. જે બાદ આ ટૂર્નામેન્ટ પણ રદ્દ થઈ શકે છે.

Advertisement

એટલું જ નહીં, તે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો એશિયા કપ રદ્દ થાય તો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તે વિન્ડોમાં પાંચ દેશો વચ્ચે બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાન પોતાના હાઇબ્રિડ મોડલ અને ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં જ કરાવવાની જીદથી હટી રહ્યું નથી. અગાઉના કેટલાક અહેવાલોમાં, એવું પણ બહાર આવ્યું હતું કે હાઇબ્રિડ મોડલ રજૂ કરવા છતાં, પાકિસ્તાને ODI વર્લ્ડ કપ 2023 માટે શરતો નક્કી કરી હતી. તેમના કહેવા પ્રમાણે, અમુક પસંદગીના સ્થળો પર જ પાકિસ્તાન તરફથી મેચ રમવાની ઓફર આવી હતી. એટલે કે હવે ધીમે ધીમે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાઈબ્રિડ મોડલ કદાચ કામ કરતું નથી. તેનું મુખ્ય કારણ આગામી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની સેટિંગ શરતો પણ હોઈ શકે છે.

તેઓ કહે છે કે એક તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપની યજમાની પોતાના દેશ સિવાય અન્ય કોઈ દેશને સોંપવાનું નામ નથી લઈ રહ્યું તો બીજી તરફ શ્રીલંકા અને યુએઈ જેવા દેશો યજમાની કરવા તૈયાર છે. એશિયા કપ 2023 પરંતુ પીસીબી કહેવું પડશે કે જો આ વખતે તેને એશિયા કપની યજમાની નહીં મળે તો ભવિષ્યમાં પણ એશિયા કપની યજમાનીને લઈને સમસ્યા સર્જાશે અને બીજી તરફ બીસીસીઆઈ પાકિસ્તાન સિવાય અન્ય 5 દેશો સાથે ટુર્નામેન્ટના આયોજનમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો - રોહિત શર્માને ‘હિટમેન’ બનાવનાર 12 સૌથી ખાસ તારીખો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×