Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SRH VS GT : આજની મેચ હૈદરાબાદ માટે PLAY OFF સુધી પહોંચવાની ચાવી સમાન તો GT માટે શાખની લડાઈ

SRH VS GT :  આજે IPL 2024 નો 66 મો મુકાબલો હૈદરાબાદ ( SRH ) અને ગુજરાત ( GT ) વચ્ચે રમાવવાનો છે. આ મેચ હૈદરાબાદના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાતની ટીમની વાત કરીએ તો તેમના માટે પ્લેઓફના દરવાજા...
srh vs gt   આજની મેચ હૈદરાબાદ માટે play off સુધી પહોંચવાની ચાવી સમાન તો gt માટે શાખની લડાઈ
Advertisement

SRH VS GT :  આજે IPL 2024 નો 66 મો મુકાબલો હૈદરાબાદ ( SRH ) અને ગુજરાત ( GT ) વચ્ચે રમાવવાનો છે. આ મેચ હૈદરાબાદના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાતની ટીમની વાત કરીએ તો તેમના માટે પ્લેઓફના દરવાજા હાલ બંધ થઈ ચૂક્યા છે. 13 મી મે 2024 ના રોજ અમદાવાદ ખાતે તેમની મેચ કોલકાતા સામે હતી, જે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જેના કારણે ગુજરાતને ફટકો પડ્યો હતો. બીજી તરફ હૈદરાબાદ માટે આ મુકાબલો ઘણો અગત્યનો રાહવેઆનો છે. તેઓ 12 મેચમાં 14 પોઇન્ટ્સ સાથે ચોથા ક્રમાંકે છે. તેમના પાસે હજી પણ 16 પોઇન્ટ્સ સુધી પહોંચવાની તક છે. ચાલો જાણીએ કેવા રહેશે આ મેચના હાલ..

HEAD TO HEAD ( SRH VS GT )

Advertisement

ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી IPL માં 4 મેચ રમાઈ છે. જેમાંથી ગુજરાતની ટીમ 3 મેચમાં વિજય નોંધાવવામાં સફળ રહી છે. જ્યારે હૈદરાબાદની ટીમ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. પરંતુ આ મેચ SRHના હોમ ગ્રાઉન્ડ પર થશે, જેનો ફાયદો તેમની ટીમને ચોક્કસથી મળી શકે છે.

Advertisement

MATCHES PLAYED BETWEEN SRH AND GT : 04

GT WON : 03

SRH WON : 01

કેવો રહેશે પિચનો મિજાજ

આ મેચ હૈદરાબાદના આંગણે રમાવાની છે. ત્યારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો તે અત્યાર સુધી બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે. અહી બૅટ્સમેન સરળતાથી શોર્ટ મારી શકે છે જેના કારણે સ્કોર પણ મોટો થાય છે. આ પિચ થોડા અંશે બોલર્સને પણ મદદરૂપ થઈ શકે છે. અહીં પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 171 રન છે. જો આપણે પહેલા બેટિંગ કે બોલિંગની વાત કરીએ તો પહેલા બેટિંગ કરવી કોઈપણ ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સંભવિત પ્લેઇંગ 11

સનરાઇઝર્સ હૈદરાબાદ સંભવિત પ્લેઇંગ ઇલેવન : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંઘ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વિસકાંત

ગુજરાત ટાઇટન્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન : શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી

આ પણ વાંચો : RR VS PBKS : કપ્તાન SAM CURRAN ના ઓલરાઉંડ પ્રદર્શને અપાવી પંજાબને શાનદાર જીત, RR ના હાથે લાગી વધુ એક હાર

Tags :
Advertisement

.

×