Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stuart Broad : યુવરાજ સિંહે જે બોલરની કરી હતી ધોલાઈ, તેણે પોતાની અંતિમ મેચમાં રચ્યો ઈતિહાસ

વર્લ્ડ કપ 2007 માં યુવરાજ સિંહે શાનદાર બેટિંગ કરતા ઈંગ્લેન્ડના જે બોલરની એક જ ઓવરમાં 6 છક્કા ફટકાર્યા હતા, તેણે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. અમે અહીં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ વિશે કહી રહ્યા છીએ. સ્ટુઅર્ટ બ્રોડ...
stuart broad   યુવરાજ સિંહે જે બોલરની કરી હતી ધોલાઈ  તેણે પોતાની અંતિમ મેચમાં રચ્યો ઈતિહાસ
Advertisement

વર્લ્ડ કપ 2007 માં યુવરાજ સિંહે શાનદાર બેટિંગ કરતા ઈંગ્લેન્ડના જે બોલરની એક જ ઓવરમાં 6 છક્કા ફટકાર્યા હતા, તેણે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. અમે અહીં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ વિશે કહી રહ્યા છીએ. સ્ટુઅર્ટ બ્રોડ સોમવારે 31 જુલાઈના રોજ છેલ્લી વખત મેદાન પર ઉતર્યા હતા. તેણે સફેદ બોલની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે તેણે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં તે પાંચમા નંબરે હતો. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં એવી દુર્લભ સિદ્ધિ મેળવી છે, જેને બીજું કોઈ તોડી શકતું તો નથી, પરંતુ ચોક્કસપણે સરભર કરી શકે છે.

બ્રોડે અંતિમ મેચમાં બનાવ્યો અદ્ભૂત રેકોર્ડ

Advertisement

સ્ટુઅર્ટ બ્રોડની 17 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો સોમવારે 31 જુલાઈના રોજ અંત આવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ 2023ની છેલ્લી ટેસ્ટ દરમિયાન જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ બ્રોડે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ સ્ટુઅર્ટ બ્રોડે ચોથા દિવસે બેટિંગ કરતા કારકિર્દીના છેલ્લા બોલે સિક્સર ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. આ દિગ્ગજ ખેલાડી માટે આ અંત ન હતો. આ પછી બોલિંગનો વારો આવ્યો, જ્યારે મેચ રોમાંચક વળાંક પર હતી. તે સમયે બોલિંગ કરતી વખતે, સ્ટુઅર્ટ બ્રોડે એશિઝ 2023માં ઈંગ્લેન્ડને માત્ર ડ્રો પર જ લાવી ન હતી પરંતુ એક અદ્ભુત રેકોર્ડ સાથે તેની કારકિર્દીનો અંત પણ કર્યો હતો. જ્યારે બ્રોડે તેની કારકિર્દીના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, ત્યારે તેણે છેલ્લા બોલ પર પણ વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

Advertisement

ટેસ્ટ ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી

સ્ટુઅર્ટ એલેક્સ કેરીને આઉટ કરીને એશિઝ 2023માં ઈંગ્લેન્ડને 2-2થી ડ્રો પર લાવ્યા. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીએ આ વર્ષની એશિઝમાં શાનદાર બોલિંગ કરી હતી. તે મિચેલ સ્ટાર્ક પછી આ સિઝનમાં 5 મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો છે. સ્ટાર્કે ચાર મેચમાં 23 વિકેટ લીધી હતી. વળી, બ્રોડે 5 મેચમાં કુલ 22 વિકેટ લીધી હતી. તેની કારકિર્દી આનાથી વધુ સારી રીતે સમાપ્ત થઈ શકે નહીં. આમ તો પોતાની ટેસ્ટ કારકિર્દીના છેલ્લા બોલ પર સિક્સર ફટકારવાનું પરાક્રમ પહેલા થઇ ચૂક્યું હતું. વળી આપણે ટેસ્ટ કારકિર્દીના છેલ્લા બોલ પર વિકેટ લેવાનું પરાક્રમ પણ જોઇ ચુક્યા હતા. પરંતુ ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એક જ ખેલાડીએ પોતાના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચમાં આ બંને કારનામા કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના વેઈન ડેનિયલ્સે તેની છેલ્લી મેચ વર્ષ 1984માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જ્યારે તેણે તેની કારકિર્દીના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. વળી, મુથૈયા મુરલીધરન અને સર રિચર્ડ હેડલીએ તેમની કારકિર્દીના છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી. પરંતુ તેની છેલ્લી ટેસ્ટમાં આ બંને પરાક્રમ કરીને સ્ટુઅર્ટ બ્રોડે પોતાનું નામ ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં નોંધી લીધું છે.

સ્ટુઅર્ટ બ્રોડની કારકિર્દીનો રેકોર્ડ

સ્ટુઅર્ટ બ્રોડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે વર્ષ 2006માં T20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. 2007 T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે તેને છ સિક્સર ફટકારી હતી. તે ખરાબ તબક્કા પછી, તેણે શાનદાર પુનરાગમન કર્યું અને આજે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા અને એકંદરે પાંચમો બોલર છે. તેણે 167 ટેસ્ટ મેચમાં કુલ 604 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પાંચમા ક્રમે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી અને 13 અડધી સદી સાથે 3662 રન પણ બનાવ્યા છે. આ સિવાય બ્રોડે 121 વનડેમાં 178 વિકેટ અને 56 T20 ઈન્ટરનેશનલમાં 65 વિકેટ લીધી છે.

આ પણ વાંચો - Kapil Dev on Team India : કપિલ દેવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો લીધો ઉધડો, કહ્યું, રૂપિયા અને અભિમાન…

આ પણ વાંચો - વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેને માત્ર 40 બોલમાં ફટકારી સદી, ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×