Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Victory Parade : મુંબઈના મરીન ડ્રાઈવ પર હાથરસ જેવી ઘટના બનતી બચી, આ દ્રશ્યો છે સાક્ષી...

ટીમ ઈન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડ (Victory Parade)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના રસ્તાઓ પર લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. ભીડને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વિક્ટરી પરેડ દરમિયાન મોટી ભીડને કારણે ઘણા ક્રિકેટ...
victory parade   મુંબઈના મરીન ડ્રાઈવ પર હાથરસ જેવી ઘટના બનતી બચી  આ દ્રશ્યો છે સાક્ષી
Advertisement

ટીમ ઈન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડ (Victory Parade)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના રસ્તાઓ પર લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. ભીડને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વિક્ટરી પરેડ દરમિયાન મોટી ભીડને કારણે ઘણા ક્રિકેટ ચાહકોની તબિયત પણ લથડી હતી. આ સિવાય ઘણા ક્રિકેટ ફેન્સ પણ ઘાયલ થયા છે. પોલીસે કોઈક રીતે ઘાયલોને ઝડપથી ભીડમાંથી બચાવ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. હજુ પણ અનેલ લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

વિજય પરેડમાં લાખો ચાહકોએ આપી હાજરી...

વાસ્તવમાં T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડ (Victory Parade)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય પરેડ (Victory Parade)માં ભાગ લેવા માટે લાખો ક્રિકેટ ચાહકો વરસાદ વચ્ચે રસ્તાઓ પર ભેગા થયા હતા. સ્થિતિ એવી હતી કે બધે લોકો જ દેખાતા હતા. તે જ સમયે, ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરવા આવેલા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અહીં ભારે ભીડને કારણે ઘણા ચાહકો ઘાયલ થયા છે. આ દરમિયાન કેટલાક ચાહકો ઘાયલ થયા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી.

Advertisement

Advertisement

મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી...

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, વિજય પરેડ (Victory Parade) દરમિયાન ખરાબ તબિયતના કારણે 10 લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં આઠ લોકોને સારવાર આપીને તાત્કાલિક રજા આપવામાં આવી હતી, જ્યારે બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દાખલ બે લોકોમાંથી એકને ફ્રેક્ચર છે. બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે મોટી ભીડને કારણે એક છોકરી બેહોશ થઈ ગઈ અને મુંબઈ પોલીસે તેને બચાવી લીધી.

આ પણ વાંચો : Viral Video : ‘હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું’ આફ્રિકન ક્રિકેટરે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : WANKHEDE STADIUM માં જીતની અવિસ્મરણીય ઉજવણી; સર્જાયા અહ્લાદક દ્રશ્યો!

આ પણ વાંચો : Team India Victory Parade: ભારતીય ક્રિકેટ ટીમના એરક્રાફ્ટ એરપોર્ટ ખાસ સલામી આપવામાં આવી

Tags :
Advertisement

.

×