Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WORLD CUP 2023 : વિરાટ કોહલી અંગે નવીન ઉલ હકે આપ્યું આ મોટું નિવેદન, કહ્યું - "મારી અને કોહલી વચ્ચે.."

વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બે દેશ વચ્ચેના મુકાબલા કરતાં વિરાટ કોહલી અને નવીન ઉલ હકના ટકરાવ માટે વધુ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ મેદાન ઉપર જે કઈ થયું તેને જોઈ બધા જ ક્રિકેટના ચાહકો વિરાટના દિવાના બની...
world cup 2023   વિરાટ કોહલી અંગે નવીન ઉલ હકે આપ્યું આ મોટું નિવેદન  કહ્યું    મારી અને કોહલી વચ્ચે
Advertisement

વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બે દેશ વચ્ચેના મુકાબલા કરતાં વિરાટ કોહલી અને નવીન ઉલ હકના ટકરાવ માટે વધુ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ મેદાન ઉપર જે કઈ થયું તેને જોઈ બધા જ ક્રિકેટના ચાહકો વિરાટના દિવાના બની ગયા હતા. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે સમગ્ર બાબત અંગે કહ્યું કે તેની અને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી વચ્ચે મેદાનની બહાર કોઈ વિવાદ નથી. બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ મેચ દરમિયાન જ્યારે કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે નવીનને ગળે લગાવીને જૂના વાદ વિવાદ ઉપર પૂર્ણવિરામ મૂક્યો હતો.

IPLદરમિયાન લખનૌમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન નવીન અને કોહલી વચ્ચે વિવાદ થયો હતો. આ મેચમાં નવીન બેટિંગ કરતી વખતે કોહલી સાથે ટકરાયા હતા. મેચ બાદ તેણે કોહલી સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. આ મેચ બાદ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો ગૌતમ ગંભીર પણ વિરાટ સાથે બોલાચાલી ઉપર ઉતરી આવ્યા હતા, ત્યાર બાદ ટીમના અન્ય ખિલાડીઓએ વચ્ચે આવી સમગ્ર મામલો ઠારે પાડ્યો હતો.

Advertisement

મેદાનની બહાર અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો - નવીન ઉલ હક

Advertisement

આ વિવાદિત મેચ બાદ વર્લ્ડકપની મેચમાં જ્યારે બંને એકબીજા સામે આવ્યા ત્યારે કોહલીએ નવીનને ગળે લગાવ્યો હતો અને બંને એકબીજા સાથે હસીને વાતચીત પણ કરી રહ્યા હતા. નવીને અહીં મેચ બાદ કહ્યું, "મારી અને કોહલી વચ્ચે જે કંઈ પણ થયું તે મેદાનની અંદર હતું. મેદાનની બહાર અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો. લોકોએ અને મીડિયાએ તેને મોટો બનાવ્યો હતો. તેઓએ તેમના ફોલોઅર્સ વધારવા માટે આવા કિસ્સાઓની જરૂર છે. " તેણે કહ્યું કે કોહલીએ તેને ભૂતકાળને પાછળ છોડી દેવા કહ્યું. વધુમાં આ ફાસ્ટ બોલરે કહ્યું, "કોહલીએ મને કહ્યું કે આપણે તે વસ્તુઓને પાછળ છોડી દેવી જોઈએ. મેં પણ તેને જવાબ આપ્યો, હા, આ વસ્તુઓ સમાપ્ત થઈ ગઈ છે."

કોહલીએ બતાવી ખેલદિલી

દિલ્હીમાં આયોજિત મેચ દરમિયાન નવીનને ઘણી વખત દર્શકોની હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. નવીન જ્યારે બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો ત્યારે આખું સ્ટેડિયમ કોહલી-કોહલીના નારાથી ગૂંજી રહ્યું હતું. નવીન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પણ આ જ નજારો જોવા મળ્યો હતો. કોહલીએ નવીનને ગળે લગાવ્યા બાદ દર્શકોએ અફઘાનિસ્તાનના ખેલાડીને ઉપર બૂમ પાડવાનું બંધ કરી દીધું હતું. મેચ દરમિયાન, જ્યારે કોહલી બેટિંગ કરવા માટે ક્રિઝ પર હતો, ત્યારે તેણે દર્શકોને નવીનને બૂમ ન પાડવાનો સંકેત આપ્યો હતો અને આ રીતે વિરાટે પોતાની ખેલદિલી બતાવી હતી.

આ પણ વાંચો --  World Cup 2023 : પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા Shubman Gill પહોંચ્યો અમદાવાદ, તો શું…?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×