Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત હાઇકોર્ટે સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેકો લોકોને અસર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો

અહેવાલઃ કલ્પિન ત્રિવેદી, અમદાવાદ  ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો જેમાં હત્યાના કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીના મૂળભૂત અધિકારો બાબતે હાઇકોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા, જેમાં સજા કાપેલા વ્યક્તિના સમાજમાં પુનઃ વસન ના અધિકાર મુદ્દે કોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી...
ગુજરાત હાઇકોર્ટે સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેકો લોકોને અસર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો
Advertisement

અહેવાલઃ કલ્પિન ત્રિવેદી, અમદાવાદ 

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો જેમાં હત્યાના કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીના મૂળભૂત અધિકારો બાબતે હાઇકોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા, જેમાં સજા કાપેલા વ્યક્તિના સમાજમાં પુનઃ વસન ના અધિકાર મુદ્દે કોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મહત્તમ લાભ મળે તે માટે લીગલ સર્વિસ ઓથોરિટીને નિર્દેશ પણ આપવામાં આવ્યા. હાઇકોર્ટે અવલોકન કર્યું કે પ્રધાનમંત્રી અને સરકારની વિવિધ યોજનાઓ થકી છૂટેલા કેદીઓને સમાજમાં પુનઃ વસન અને પુનઃ સ્થાપનની તક મળવી જોઈએ. જેમાં નવા સ્ટાર્ટ અપ કે નોકરી વિષયક બાબતોમાં આવા લોકોની મહત્તમ મદદ કરવા પણ લીગલ સર્વિસ ઓથોરિટી ને આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement

વર્ષ 2009માં ઘર કંકાસમાં આવેશમાં આવીને એક વ્યક્તિ દ્વારા તને કૌટુંબિક કાકાની ઘરમાં વપરાતા ચપ્પુ વડે હત્યા નિપજાવી દેવામાં આવી હતી, જે આરોપી પોલીસ પકડમાં પણ આવી ચૂક્યો હતો લાંબા સમય સુધી આ કેસની ટ્રાયલ ચાલ્યા બાદ સમગ્ર મામલો આખરે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટમાં પણ આ કેસમાં ટ્રાયલ ચાલી હતી મહત્વના અવલોકનો અને દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે પ્રસ્તુત કેસમાં આરોપી 13 વર્ષ 3 મહિના અને 26 દિવસની સજા કાપી ચૂક્યો છે અને આ કેસમાં તેના દ્વારા હત્યા કરવામાં આવી હતી તેનો આરોપીને અફસોસ પણ છે માટે તેને કાપેલી સજા પૂર્ણ કરવામાં આવે તે પ્રકારનું પણ અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું.

Advertisement

મહત્વની બાબત કોર્ટ દ્વારા કહેવામાં આવી કે હવે જ્યારે 13 વર્ષ 3 મહિના અને 26 દિવસ બાદ આરોપી બહાર આવી રહ્યો છે ત્યારે અનેક પરિસ્થિતિઓમાં બદલાવ આવ્યો છે અને સમાજના મુખ્ય પ્રવાહોમાં પણ જોડાવું મુશ્કેલ બને છે. જેલમાંથી બહાર આવેલા લોકોને પોતાના અધિકારો અને તેમના દ્વારા સરકાર દ્વારા ચાલતી યોજનાઓથી માહિતગાર કરાવવા ખૂબ જરૂરી છે. સજા બાદ પણ સમાજમાં પુનઃ પ્રસ્થાપિત થવા માટે નાગરિકને યોગ્ય તક મળે એ જરૂરી તે મુજબ હાઇકોર્ટે હુકમ કર્યો. ગુજરાત હાઇકોર્ટના આ પ્રકારના માનવીય અભિગમની દૂરોગામી અસર થશે

Tags :
Advertisement

.

×