Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતની કુલ વસ્તીમાં સતત વધી રહ્યો છે વૃદ્ધોનો આંકડો, 2050માં દર પાંચમાંથી એક વૃદ્ધ હશે

આજનુ યુવા ભારત આવનારા દાયકાઓમાં ઝડપથી વૃદ્ધ થઈ રહેલા સમાજમાં ફેરવાઈ જશે.  2050 સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. સદીના અંતમાં, કુલ વસ્તીના 36 ટકા લોકો વૃદ્ધ હશે, જ્યારે હાલમાં માત્ર 10.1 ટકા છે. દેશમાં વૃદ્ધોની વસ્તી વધવાની...
ભારતની કુલ વસ્તીમાં સતત વધી રહ્યો છે વૃદ્ધોનો આંકડો  2050માં દર પાંચમાંથી એક વૃદ્ધ હશે
Advertisement
આજનુ યુવા ભારત આવનારા દાયકાઓમાં ઝડપથી વૃદ્ધ થઈ રહેલા સમાજમાં ફેરવાઈ જશે.  2050 સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. સદીના અંતમાં, કુલ વસ્તીના 36 ટકા લોકો વૃદ્ધ હશે, જ્યારે હાલમાં માત્ર 10.1 ટકા છે. દેશમાં વૃદ્ધોની વસ્તી વધવાની પ્રક્રિયા 2010થી શરૂ થઈ છે. વર્તમાન ટ્રેન્ડ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની સંખ્યા અંદાજે 15 વર્ષમાં બમણી થઈ ગઇ છે.
માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે
ભારતીય વસ્તીની વૃદ્ધત્વને કારણે ઊભી થતી સમસ્યાઓ અને તેના નિદાન અને ઉકેલોને ધ્યાનમાં રાખીને, યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સે બુધવારે ઈન્ડિયા એજીંગ રિપોર્ટ, 2023 બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, 2022 માં, 7.9 અબજની વસ્તીમાંથી, લગભગ 1.1 અબજ લોકો 60 વર્ષથી વધુ વયના હતા. આ વસ્તીના લગભગ 13.9 ટકા છે. 2050 સુધીમાં, વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધીને આશરે 2.2 અબજ (22%) થશે.
ઘટતી પ્રજનન ક્ષમતાને કારણે વૃદ્ધો વધી રહ્યા છે
ભારતમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થવાના ત્રણ કારણો છે - પ્રજનનક્ષમતામાં ઘટાડો, મૃત્યુદરમાં ઘટાડો અને અસ્તિત્વમાં વધારો. છેલ્લા એક દાયકામાં દેશમાં પ્રજનનક્ષમતામાં 20 ટકાનો ઘટાડો થયો છે. 2008-10 દરમિયાન દેશનો કુલ પ્રજનન દર 86.1 હતો, જે 2018 થી 2020 દરમિયાન ઘટીને 68.7 થયો છે.
ઉત્તર પ્રદેશ બીજા નંબરનું સૌથી યુવા રાજ્ય છે
11 રાજ્યો એવા છે કે જ્યાં કુલ વસ્તીમાં વૃદ્ધ લોકોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. આમાં, બિહાર 7.7% વૃદ્ધ વસ્તી સાથે દેશનું સૌથી યુવા રાજ્ય છે. ઉત્તર પ્રદેશ 8.1% વૃદ્ધ વસ્તી સાથે બીજું સૌથી યુવા રાજ્ય છે. ટોચના પાંચ રાજ્યોમાં, આસામ (8.2%) ત્રીજા સ્થાને, ઝારખંડ (8.4%) ચોથા સ્થાને અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ (8.5%) પાંચમા સ્થાને છે.
કેરળ સૌથી જૂનું
કેરળ 60 વર્ષથી ઉપરની 16.5% વસ્તી ધરાવતું સૌથી વૃદ્ધ રાજ્ય છે. વૃદ્ધોના અસ્તિત્વમાં વધારો થયો છે અને પ્રજનન દરમાં તીવ્ર ઘટાડો થયો છે. પાંચ સૌથી વૃદ્ધ રાજ્યોમાં દક્ષિણમાંથી  તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશ છે,  ઉત્તરમાંથી હિમાચલ અને પંજાબ છે. આંધ્ર 12.3% વૃદ્ધોની વસ્તી સાથે પાંચમાં નબરનું  સૌથી વૃદ્ધ રાજ્ય છે, પંજાબ 12.6% વૃદ્ધ વસ્તી સાથે ચોથું,  હિમાચલ 13.1% સાથે ત્રીજું અને તમિલનાડુ 13.7% સાથે દેશનું બીજા નંબરનું સૌથી વૃદ્ધ રાજ્ય છે.
2036 સુધીમાં, 15 ટકા વૃદ્ધ હશે.
રાષ્ટ્રીય સ્તરે, 2021માં વૃદ્ધોની વસ્તી 10.1% હતી, જે 2036માં વધીને 15% થઈ જશે. 2050માં વૃદ્ધોની વસ્તી 20.8% હશે. રિપોર્ટ અનુસાર ડિપેન્ડન્સી રેશિયો ચિંતાનો વિષય છે
Tags :
Advertisement

.

×