Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્યૂશન ક્લાસ શિક્ષકે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ , લંપટ શિક્ષક સામે FIR

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ  અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા ટ્યુશન સંચાલકે પોતાના ક્લાસીસમાં આવતી સગીરા સાથે એકલતાનો લાભ લઈને બે વાર દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં,...
ટ્યૂશન ક્લાસ શિક્ષકે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ   લંપટ શિક્ષક સામે fir
Advertisement
અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ 
અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા ટ્યુશન સંચાલકે પોતાના ક્લાસીસમાં આવતી સગીરા સાથે એકલતાનો લાભ લઈને બે વાર દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, સગીરાને કારમાં બેસાડી લો ગાર્ડન બાજુ લઈ ગયો હતો. ત્યાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાની ફરિયાદ આધારે પોલીસે ક્લાસિસ સંચાલક વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસિસમાં ટ્યુશન લેવા માટે જતી હતી. આ ક્લાસિસના સંચાલક યુવકે શરૂઆતમાં સગીરાને વાતોમાં ફસાવવાનું ચાલું કર્યું હતું. ગત ઓગસ્ટ માસમાં ટ્યુશન કલાસ પૂરા થઈ ગયા હોવા છતાં બહાનું કાઢીને સગીરાને રોકી રાખી હતી અને ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની સાથે છેડછાડ કરી હતી. તેમજ કપડાં કાઢીને સગીરાની સાથે બળજબરીપૂર્વક શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સગીરાએ વિરોધ કરતા તેને છોડી દીધી હતી. આ ઘટના બાદ સગીરા સમસમી ગઈ હતી અને કોઈને વાત કરી નહોતી. જો કે આરોપી ટ્યુશન ક્લાસિસ સંચાલકે ત્યાંથી અટકવાના બદલે સગીરાને ફરી તાજેતરમાં તેના કલાસના એક રૂમમાં પકડીને ફરીથી શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ સગીરાએ કલાસમાં જવાનું બંધ કર્યુ હોવા છતાં આરોપીએ તેને મળવા માટે દબાણ કર્યું હતું અને ગત શનિવારે વહેલીસવારે સગીરાને બળજબરીપૂર્વક તેના ઘરેથી બહાર આવવાનું કહીને કારમાં બેસાડીને લો ગાર્ડન વિસ્તારમાં લઈ ગયો હતો. આ તરફ સગીરાના ભાઈને તેની બહેનને કારમાં આરોપી લઈ ગયો હોવાની જાણ થતા તેણે કારનો પીછો કર્યો હતો અને લો ગાર્ડન પાસે તેને રોકી લીધો હતો. આ સમયે ક્લાસિસ સંચાલકે સગીરાને તેમજ તેના ભાઈને માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે સગીરાએ આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
Tags :
Advertisement

.

×