Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

3 કિલો ગાંજા સાથે ઝડપાયા બે શખ્સો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજો ૨ કિ. ૯૧૩ ગ્રામ કિ.રૂ. ૨૯,૧૩૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.-૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ. ૮,૦૦૦/- મળી કુલ રૂપિયા-૭૭,૧૩૦/- ના મુદ્દામાલ સાથે...
3 કિલો ગાંજા સાથે ઝડપાયા બે શખ્સો   ndps એક્ટ હેઠળ ગુનો નોંધાયો
Advertisement

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજો ૨ કિ. ૯૧૩ ગ્રામ કિ.રૂ. ૨૯,૧૩૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.-૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ. ૮,૦૦૦/- મળી કુલ રૂપિયા-૭૭,૧૩૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા એસ.ઓ.જી.સ્ટાફ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન બાતમીના આધારે ગોયાનાકા પોશીના ખાતેથી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ મુકામે મસ્જીદની બાજુમાં રહેતા આરોપી (૧)આદીલભાઇ ઇકબાલભાઇ મનસુરી (૨) આરીફભાઇ ઇકબાલભાઇ મનસુરી બંન્નેના કબજા ભોગવટામાંથી માદક પદાર્થ ગાંજો ૨.૯૧૩ કિલો ગ્રામ કિ.રૂ.૨૯,૧૩૦/-તથા મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ. ૮,૦૦૦/- મળી કુલ ૭૭,૧૩૦/-નો મુદ્દામાલ કબજે લઇ બન્ને આરોપી વિરૂધ્ધમાં પોશીના પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×