Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રક ડ્રાઈવરનો જુગાડ તો જુઓ... ! જીવના જોખમે લઇ રહ્યો છે ઉંઘ

માણસ માટે સમયાંતરે ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જો ઉંઘ ન મળે તો ઘણી પ્રોબ્લમ્સ થઇ શકે છે. ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ 3-4 કલાકની ઉંઘ લે છે તો પણ તે દિવસભર સક્રિય રહે છે, જ્યારે ઘણા...
ટ્રક ડ્રાઈવરનો જુગાડ તો જુઓ      જીવના જોખમે લઇ રહ્યો છે ઉંઘ
Advertisement

માણસ માટે સમયાંતરે ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જો ઉંઘ ન મળે તો ઘણી પ્રોબ્લમ્સ થઇ શકે છે. ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ 3-4 કલાકની ઉંઘ લે છે તો પણ તે દિવસભર સક્રિય રહે છે, જ્યારે ઘણા એવા લોકો પણ છે કે, જેઓ 8 કલાકની ઉંઘ લીધા બાદ પણ થાક અનુભવતા હોય છે. ખાસ કરીને જે લોકો ટ્રક ચલાવે છે તેઓ 8 કલાકની પૂરતી ઉંઘ લઇ શકતા નથી. તેઓ માત્ર 3 કે 4 કલાકની જ ઉંઘ લેતા હોય તેવું ઘણીવાર જોવા મળી જાય છે. તમને વિચાર આવતો હશે કે તેઓ ટ્રકમાં ક્યા સુઇ રહેતા હશે તો તેનો જવાબ તમને આ વીડિયો આપી શકે છે. આ દિવસોમાં, એક વ્યક્તિનો એક ચાલુ ટ્રકમાં નીચે પલંગ પર સૂતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

ટ્રક ડ્રાઈવરનો જુગાડ

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોને જોઇ થોડીવાર માટે તમે પણ વિચારતા રહી જશો કે આ શું કરે છે. પણ તે ધ્યાનથી જોશો ત્યારે તમને ખબર પડશે કે શખ્સે ટ્રકની નીચે જ પોતાનો પલંગ લગાવી દીધો છે. આ લગભગ 10 ટાયરવાળી મોટી ટ્રોલી છે. વીડિયોમાં તે રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. જુગાડનો ઉપયોગ કરીને મધ્યમાં બેડ બનાવવામાં આવ્યો છે. તેમાં એક મદદગાર સૂતો જોવા મળે છે. ટ્રક ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે. ટ્રકની સમાંતર એક બાઇક ચાલી રહી છે, જેના પર બે યુવકોએ આ વીડિયો બનાવ્યો છે.

Advertisement

લોકોએ કોમેન્ટ કરી

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે. વીડિયો પર અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. લોકો કોમેન્ટમાં અજીબોગરીબ કોમેન્ટ કરી રહ્યા છે. એકે કહ્યું કે તેણે બેલ્ટ પહેરવો જોઈએ. કોઈએ કહ્યું કે એક પળખું ફરતા જ તેનું જીવન બદલાઈ જશે.

આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી 

આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો શેર કરી રહ્યા છે. વીડિયો કોઈ હાઈવેનો હોવાનું લાગી રહ્યું છે. ટ્રકના ટાયરની વચ્ચે બેડ બનાવવામાં આવ્યો છે. આ લોખંડના પલંગમાં સૂતી વખતે કોઈ પડી ન જાય તે માટે આગળ અને પાછળ બે એંગલ લગાવવામાં આવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×