Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાકભાજી વેચનાર આ મહિલા એક અલગ જ અંદાજમાં પૈસા લેતા જોવા મળ્યા, Video

આજે આપણે એક સમયમાં છીએ જ્યા લોકો પેમેન્ટ માટે ખિસ્સામાં પૈસા નથી રાખી રહ્યા. આજે લોકો ડિજિટલ પેમેન્ટ વધુ કરતા થયા છે ત્યારે હવે નાનામાં નાની દુકાનમાં પણ તમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી રહી છે. હવે શાકભાજીના વિક્રેતાઓ પણ ડિજિટલ...
શાકભાજી વેચનાર આ મહિલા એક અલગ જ અંદાજમાં પૈસા લેતા જોવા મળ્યા  video
Advertisement

આજે આપણે એક સમયમાં છીએ જ્યા લોકો પેમેન્ટ માટે ખિસ્સામાં પૈસા નથી રાખી રહ્યા. આજે લોકો ડિજિટલ પેમેન્ટ વધુ કરતા થયા છે ત્યારે હવે નાનામાં નાની દુકાનમાં પણ તમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી રહી છે. હવે શાકભાજીના વિક્રેતાઓ પણ ડિજિટલ પેમેન્ટ માટે સગવડ ધરાવે છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમા એક મહિલાના પેમેન્ટ લેવાના અંદાજે સૌને ચોંકાવી દીધા હતા. શાકભાજી વેચનારનો જુગાડ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે આ વીડિયોને પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

મહિલાનો અંદાજ વાયરલ

Advertisement

આજકાલ ભારતમાં UPI ખૂબ જ સામાન્ય બની ગયું છે. અહીં લોકો દરેક વસ્તુ માટે UPI કરતા જોવા મળે છે. લોકો હજારોની કિંમતનો સામાન ખરીદવા માંગતા હોય કે 20 રૂપિયાનું કોલ્ડ ડ્રિંક ખરીદવા માંગતા હોય, દરેક UPI નો ઉપયોગ કરતા જોવા મળે છે. આ દરમિયાન શાકભાજી વેચતા મહિલાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. UPI રાખવાની તેમની વ્યવસ્થા જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ વીડિયોમાં તે મહિલા શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચી રહ્યા છે. આ દરમિયાન તેમની સામે ઉભેલી એક વ્યક્તિ પેમેન્ટ માટે QR કોડ માંગે છે. વીડિયો જોયા પછી તમને લાગશે કે તેમની પાસે QR કોડ નહીં હોય. પરંતુ જ્યારે આ મહિલાએ QR કોડ બતાવ્યો તો બધા ચોંકી ગયા. મહિલાએ વજનના બાઉલની નીચે QR કોડ મૂક્યો હતો. આ જુગાડ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી લાઈક અને શેર થઈ રહ્યો છે.

Advertisement

મહિલાનો વીડિયો મહારાષ્ટ્ર કિસાનના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો અને તેને 15 લાખ લાઈક્સ મળી છે. વીડિયોમાં તે વ્યક્તિ એક મહિલા વિક્રેતા પાસેથી મગફળી ખરીદતો જોવા મળે છે. જ્યારે તે તેમને QR કોડ માટે પૂછે છે, તો પછી જે થાય છે તે ત્યા ઉભેલા લોકોને ચોંકાવી દે છે. મહિલાએ બાઉલની પાછળ એક QR કોડ મૂક્યો છે અને તેને જોઈને વ્યક્તિ એક મિનિટ માટે ચોંકી જાય છે. જાણે કે તેના માટે આ પહેલી ઘટના હતી જ્યાં આવી જગ્યાએ કોડ મૂકવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતી વખતે અશ્વિની વૈષ્ણવે લખ્યું, 'ડિજિટલ ઈન્ડિયાએ એક નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ ઓગસ્ટ-23માં 10 બિલિયનના આંકને વટાવી ગયા.

આ પણ વાંચો - કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન- યુનિટ-3 એ 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×