Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Holi : IPLના ખેલાડીઓએ હોળીના રંગમાં રંગાયા,રોહિત શર્માનો Video Viral

Holi : IPLના ઉત્સવની વચ્ચે હોળીના (Holi)પર્વની ઉજવણી કરવામાં આવી છે ખેલાડીઓ ઉત્સાહભેર હોળી ઉજવણી કરી હતી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ તેનાથી દૂર રહી શક્યા નથી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે હોળીની તસવીરો શેર કરી છે....
holi   iplના ખેલાડીઓએ હોળીના રંગમાં રંગાયા રોહિત શર્માનો video viral
Advertisement

Holi : IPLના ઉત્સવની વચ્ચે હોળીના (Holi)પર્વની ઉજવણી કરવામાં આવી છે ખેલાડીઓ ઉત્સાહભેર હોળી ઉજવણી કરી હતી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ તેનાથી દૂર રહી શક્યા નથી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે હોળીની તસવીરો શેર કરી છે. તો બીજી તરફ દિલ્હીના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ તેના સાથી ખેલાડીઓ સાથે ધમાલ મચાવી હતી. ખેલાડીઓની હોળી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

પાણી વરસાવતા જોવા મળ્યા હતા રોહિત શર્મા

રોહિત શર્મા (Rohit Sharma )તેના સાથી ખેલાડીઓ પર પાણી વરસાવતા જોવા મળ્યા હતા. તેમણે વીડિયો બનાવનાર વ્યક્તિને પણ છોડ્યો ન હતો. રોહિત આ હાલમાં સમાચારોમાં છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં તેના ફેંસ ખુશ છે. સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાથી તે નારાજ છે.

Advertisement

Advertisement

દિલ્હી કેપિટલ્સની હોળી

દિલ્હી કેપિટલ્સની ટીમમાં પણ હોળી ખૂબ જ ઉત્સાહ સાથે રમવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન ઋષભ પંત અને પૃથ્વી શોએ ખૂબ જ મસ્તી કરી હતી. બધાએ કોચ રિકી પોન્ટિંગને પણ ગુલાલ લગાવ્યો હતો. ટીમના ખેલાડીઓએ ઋષભ પંત (Rishabh Pant)પર ફૂલોની વર્ષા કરી હતી. વોર્નરે પંતને ગળે લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

સ્મિથ અને બ્રોડની હોળી

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ દિવસોમાં ભારતમાં છે. બંને પોતાને ગુલાલથી દૂર રાખી શક્યા નહીં. એક સમયે હરીફ રહેલા સ્મિથ અને બ્રોડ એકસાથે હોળી રમ્યા હતા.

ગંભીરે ભારે ઉત્સાહ સાથે રમી હતી હોળી

કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ખેલાડીઓની તસવીરો શેર કરી છે. બધા ગુલાલ અને રંગો લગાવતા જોવા મળ્યા હતા. મેન્ટર ગૌતમ ગંભીર (Gautam Gambhir)કેપ્ટન શ્રેયસ અય્યર સાથે જોવા મળ્યો હતો. તમામ ખેલાડીઓએ મળીને કેપ્ટન શ્રેયસ અય્યરને (Shreyas Iyer)રંગો અને ગુલાલથી ભરી દીધો હતો. ગંભીરે પણ પરિવાર સાથે મસ્તી કરી હતી. ગંભીરની પત્ની અને બે દીકરીઓ સાથે જોવા મળી હતી. તેણે પોતાના પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહથી હોળી રમી હતી.

આ  પણ  વાંચો - IPL Update : IPLશિડ્યૂલમાં થયો મોટો ફેરફાર,આ શહેરમાં રમાશે ફાઇનલ

આ  પણ  વાંચો - RCB VS PBKS : કિંગ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ટકરાશે ગબ્બર ધવનની પંજાબ સાથે, જાણો શું હશે મેચના હાલ

આ  પણ  વાંચો - GT vs MI : સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત-રાહિતના લગાવ્યા નારા

Tags :
Advertisement

.

×