Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC T20 World Cup 2024 : તો આ દિવસે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો'! જુઓ ટીમ ઇન્ડિયાનું શેડ્યુલ

આ વર્ષે ICC ટી20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup 2024) નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને યુએસએમાં (USA) થવાનું છે. આ ટુર્નામેન્ટ 4 જૂનથી લઈને 30 જૂન સુધી યોજાઈ શકે છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હાલ જાહેર કરવામાં...
icc t20 world cup 2024   તો આ દિવસે થશે ભારત પાકિસ્તાન વચ્ચે  મહામુકાબલો   જુઓ ટીમ ઇન્ડિયાનું શેડ્યુલ
Advertisement

આ વર્ષે ICC ટી20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup 2024) નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને યુએસએમાં (USA) થવાનું છે. આ ટુર્નામેન્ટ 4 જૂનથી લઈને 30 જૂન સુધી યોજાઈ શકે છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હાલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ, અહેવાલ છે કે તે જલદી જાહેર કરવામાં આવી શકે છે. કેટલા સૂત્રોના માધ્યમથી ભારતીય ટીમનું શેડ્યૂલ સામે આવ્યું છે, જે મુજબ ICC ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2024) માં ભારતીય ક્રિકેટ ટીમની પહેલી મેચ 5 જૂનના રોજ આયરલેન્ડ વિરુદ્ધ થશે.

સૌજન્ય- Google

Advertisement

સૂત્રો મુજબ, ICC ટી20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup 2024) માં ભારત અને પાકિસ્તાની મેચ 9 જૂનના રોજ થઈ શકે છે. જ્યારે ત્રીજી મેચ 12 જૂને અમેરિકામાં રમાશે. આ ત્રણે મેચનું આયોજન ન્યુયોર્કમાં થઈ શકે છે. જણાવી દઈએ કે, ICC ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને યુએસએમાં (USA) થનારું છે. જો કે, અંતિમ સમયમાં વર્લ્ડ કપ 2024 નું શેડ્યુલ બદલાઈ પણ શકે છે.

Advertisement

ટીમ ઈન્ડિયાનું સંભવિત શેડ્યૂલ :

5 જૂન : ભારત વિ આયર્લેન્ડ (ન્યૂયોર્ક)
9 જૂન : ભારત વિ પાકિસ્તાન (ન્યૂયોર્ક)
જૂન 12 : ભારત વિ યુએસએ (ન્યૂયોર્ક)

સૌજન્ય- Google

સૂત્રો મુજબ, આ વખતે ટુર્નામેન્ટ 20 ટીમો વચ્ચે નોકઆઉટ સમેત કુલ 3 સ્ટેજમાં રમાશે. 20 ટીમોને 5-5 ના 4 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. ત્યાર પછી આ 8 ટીમોમાંથી 4-4 ના 2 ગ્રૂપ બનશે. ટોચની 2-2 ટીમ સેમીફાઇનલમાં એન્ટ્રી કરશે. બે સેમીફાઇનલ પછી ફાઇનલ મેચ રમાશે.

 આ પણ વાંચો - IND vs SA 2nd Test : કેપટાઉન ટેસ્ટમાં તૂટ્યો 134 વર્ષ જુનો રેકોર્ડ

Tags :
Advertisement

.

×