Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK : ભારત - પાકિસ્તાન મેચની ટિકિટને લઈને BCCI એ કરી આ મોટી જાહેરાત

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ સ્ટેડિયમમાં જોવા માંગતા ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ માટે આજે...
ind vs pak   ભારત   પાકિસ્તાન મેચની ટિકિટને લઈને bcci એ કરી આ મોટી જાહેરાત
Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ સ્ટેડિયમમાં જોવા માંગતા ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ માટે આજે બપોરે 12 વાગ્યાથી 14000 ટિકિટનું વેચાણ કરવામાં આવશે.

Advertisement

બીસીસીઆઈએ વર્લ્ડ કપની ઓપનિંગ મેચ સિવાય અન્ય બીજી મેચોમાં દર્શકોની ઓછી ભીડના કારણે આ નિર્ણય લીધો છે. 5 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં મોટાબાગની સીટો ખાલી હતી. જે બાદ ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સે ટિકિટ વેચાણની સલાહ આપી હતી.

Advertisement

જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્ત્વપૂર્ણ ગ્રુપ-સ્ટેજ મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે. મેચ માટે ટિકિટોનું વેચાણ 8 ઓક્ટોબર, 2023ના બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ક્રિકેટ ફેન્સ https://tickets.cricketworldcup.com વેબસાઈટ પર જઈને ટિકિટ ખરીદી શકશે.

વર્લ્ડકપની આ પહેલી મેચ દર્શકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મન ભરીને માણી હતી

ICC વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડની 9 વિકેટે શાનદાર જીત થઈ હતી. વર્લ્ડકપની આ પહેલી મેચ દર્શકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મન ભરીને માણી હતી. જો કે, આ દરમિયાન કેટલાક લોકોની તબિયત પણ લથડી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા 81 લોકોને 108 દ્વારા સારવાર અપાઇ હતી. મેચ જોવા આવેલા 57 પુરુષો અને 24 મહિલાઓને સારવાર લેવી પડી હતી. માથુ, બ્લડ પ્રેસર, નબળાઇ તાવ સહિતના કેસો સામે આવ્યા હતી.

આ પણ  વાંચો-ODI WORLD CUP 2023 : ચેન્નાઈમાં આજે ભારતીય અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ, જાણો સંભવિત ખેલાડીઓ

Tags :
Advertisement

.

×