Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs BAN : ભારતીય ટીમને લાગ્યો ઝટકો, હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં થયો ઇજાગ્રસ્ત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. પુણેમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સાથે જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો...
ind vs ban    ભારતીય ટીમને લાગ્યો ઝટકો  હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં થયો ઇજાગ્રસ્ત
Advertisement

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. પુણેમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સાથે જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું. જોકે હાર્દિક પંડ્યાની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી.

Advertisement

Advertisement

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ટીમ ઈન્ડિયાને નવમી ઓવરમાં મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અત્યારે મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે.

બાંગ્લાદેશની ઇનિંગ્સની નવમી ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે ફ્રન્ટ શોટ રમ્યો હતો. હાર્દિકે પોતાના પગથી બોલ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન હાર્દિકને પગમાં ઇજા પહોંચી હતી. મેડિકલ ટીમે મેદાનમાં જ હાર્દિકની સારવાર કરી હતી. તે બોલિંગ કરવા પણ ઉભો થયો, પરંતુ દોડી શક્યો નહોતો. હાર્દિકને મેદાનમાંથી બહાર જવું પડ્યું. તેની જગ્યાએ વિરાટ કોહલીએ ઓવર પૂરી કરી હતી.

હાર્દિકે બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દોડી શકતો ન હતો. કેપ્ટન રોહિત શર્માએ અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરી હતી. બંનેએ જોખમ ન લેવાનું નક્કી કર્યું. કોહલી અને રોહિતે હાર્દિક સાથે વાત કરી અને તેને મેદાન છોડવા કહ્યું હતું. હાર્દિકે બોલિંગની જીદ છોડી દીધી અને મેડિકલ ટીમ સાથે બહાર ગયો હતો.

3 થી 4 મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કરશે

બાંગ્લાદેશને હરાવીને આગામી 3 મેચ જીત્યા બાદ ભારતીય ટીમના 7 મેચમાં કુલ 14 પોઈન્ટ થઈ જશે. હાલમાં ભારતીય ટીમ 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે બાકીની 6માંથી ઓછામાં ઓછી 3 થી 4 મેચ જીતવી પડશે.

ભારતીય ટીમ તેની ચોથી મેચ બાંગ્લાદેશ સામે પુણેમાં રમવાની છે. તે પછી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ટીમે તેની બાકીની મેચો ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલા, લખનૌમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા મુંબઈમાં, દક્ષિણ આફ્રિકા કોલકાતામાં અને નેધરલેન્ડ સામે બેંગલુરુમાં રમવાની છે. આમાં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે ટક્કર આપી શકે છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ઉથલપાથલ કરવામાં નિષ્ણાત છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે તેમનાથી પણ સાવધાન રહેવું પડશે

આ  પણ  વાંચો -WORLD CUP 2023 : આ ક્રિકેટરના બેટ પર લખેલું છે…’ઓમ’

Tags :
Advertisement

.

×