Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WORLD CUP 2023 : અફઘાનિસ્તાનના સ્પિનર્સ સામે ભારતના બેટ્સમેનોનું પલડું ભારે

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તનાવભરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ વિજય હાંસલ કરીને આત્મવિશ્વાસથી સભર બનેલી ભારતીય ટીમ બુધવારે 11મી ઓક્ટોબરે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાનનો મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે રોહિત શર્માની ટીમ સતત બીજો વિજય હાંસલ...
world cup 2023   અફઘાનિસ્તાનના સ્પિનર્સ સામે ભારતના બેટ્સમેનોનું પલડું ભારે
Advertisement

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તનાવભરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ વિજય હાંસલ કરીને આત્મવિશ્વાસથી સભર બનેલી ભારતીય ટીમ બુધવારે 11મી ઓક્ટોબરે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાનનો મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે રોહિત શર્માની ટીમ સતત બીજો વિજય હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે.

Advertisement

ત્યારે કોટલાની પિચ ધીમી તથા સ્પિનર્સ માટે સ્વર્ગસમી છે. ગયા સપ્તાહે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં 700 પ્લસ રન નોંધાયા હતા. સાંજના સમયે ઝાકળના પરિબળને ધ્યાનમાં રાખીને ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરશે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.

Advertisement

ઓસ્ટ્રેલિયા સામે ઇશાન કિશન અને શ્રોયસ ઐયર બિનજવાબદાર શોટ્સ રમીને આઉટ થયા હતા. ગિલની ગેરહાજરીમાં ઇશાનને વધુ એક તક મળશે. અફઘાનિસ્તાનના બોલિંગ આક્રમણ સામે ભારતીય બેટ્સમેનોને વધારે કોઈ મુશ્કેલી નડે તેમ લાગતું નથી પરંતુ રોહિત શર્માની ટીમ હરીફને કોઈ પણ સંજોગોમાં હળવાશથી લેવા માગશે નહીં. કોટલાનું મેદાન નાનું હોવાના કારણે વધુ એક મેચમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલે તેવી સંભાવના છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાના હોમગ્રાઉન્ડમાં રમી રહ્યો હોવાના કારણે તે પોતાના નામથી બનેલા પેવેલિયનની સામે મોટી ઇનિંગ રમીને સમર્થકોને યાદગાર ભેટ આપવાનો પ્રયાસ કરશે.

ગયા મહિને એશિયા કપ બાદ લોકેશ રાહુલને સતત સારો દેખાવ કર્યો છે. ટીકાઓની વચ્ચે ટીમ મેનેજમેન્ટે તેની ઉપર વિશ્વાસ રાખ્યો હતો જેને તેણે યથાર્થ સાબિત કર્યો હતો. બોલિંગમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનું કોમ્બિનેશન શાનદાર રહ્યું હતું. ભારતે મિડલ ઓવર્સમાં છ વિકેટ હાંસલ કરી હતી. ભારત જો ત્રણ સ્પિનર સાથે નહીં રમે તો ઓફ સ્પિનર અશ્વિનના બદલે પેસ બોલર મોહમ્મદ શમીને રમાડવામાં આવી શકે છે. બાંગ્લાદેશ સામે પરાજય મેળવ્યા બાદ હતાશ થયેલી અફઘાનિસ્તાનની ટીમ નવેસરથી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે પરંતુ ભારતને હરાવવું તે તેના માટે પડકારાત્મક રહેશે. અફઘાનિસ્તાનની તાકાત તેની સ્પિન બોલિંગ રહી છે પરંતુ બેટ્સમેનોએ તેમને સાથ આપવો પડે તેમ છે. ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ એકમાત્ર ફોર્મમાં જણાય છે. મિડલ ઓર્ડરમાં પણ બેથી ત્રણ બેટ્સમેનોએ ઉપયોગી રન બનાવવા પડશે.

આ  પણ  વાંચો-WORLD CUP 2023 : વર્લ્ડ કપનો સૌથી મોટો સફળ રન ચેઝ, પાકિસ્તાનની 6 વિકેટથી જીત

Tags :
Advertisement

.

×