ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ODI વર્લ્ડ કપ 2023 માં ક્વોલિફાય ન થયા બાદ આ ટીમના કેપ્ટને પદ પરથી આપ્યું રાજીનામું

ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 9 ટીમો આ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ત્યારે આયર્લેન્ડ ભારતમાં યોજાનાર ક્રિકેટના મહાકુંભ માટે ક્વોલિફાય કરી શકી નથી જેના કારણે ટીમના સુકાની એન્ડ્ર્યુ બાલબિર્ની...
09:42 AM Jul 05, 2023 IST | Hardik Shah
ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 9 ટીમો આ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ત્યારે આયર્લેન્ડ ભારતમાં યોજાનાર ક્રિકેટના મહાકુંભ માટે ક્વોલિફાય કરી શકી નથી જેના કારણે ટીમના સુકાની એન્ડ્ર્યુ બાલબિર્ની...

ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 9 ટીમો આ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ત્યારે આયર્લેન્ડ ભારતમાં યોજાનાર ક્રિકેટના મહાકુંભ માટે ક્વોલિફાય કરી શકી નથી જેના કારણે ટીમના સુકાની એન્ડ્ર્યુ બાલબિર્ની (Andrew Balbirnie) એ સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. આયર્લેન્ડ ક્રિકેટ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. 32 વર્ષીય બાલબિર્નીએ 2019ના અંતમાં ટીમની કપ્તાની સંભાળી હતી. તેણે 4 ટેસ્ટ, 33 ODI અને 52 T20 મેચમાં આયર્લેન્ડની ટીમનું નેતૃત્વ કર્યું છે.

આયર્લેન્ડ કેપ્ટને પદ પરથી આપ્યું રાજીનામું

આયર્લેન્ડ કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્ની (Andrew Balbirnie) એ સુકાની પદ છોડ્યા બાદ હવે તેમના સ્થાને પોલ સ્ટર્લિંગ (Paul Stirling) ને વચગાળાના સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેણે 13 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ટીમની કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપ્યા બાદ એન્ડ્ર્યુ બાલબિર્નીએ મંગળવારે ક્રિકેટ આયર્લેન્ડની પ્રેસ રિલીઝમાં કહ્યું- "ઘણા વિચાર કર્યા પછી, મેં ODI અને T20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે." “છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે એક મહાન સન્માનની વાત છે. ઘણા ખેલાડીઓ, કોચ, ક્રિકેટ આયર્લેન્ડ અને આયર્લેન્ડ ટીમના સમર્થકો તરફથી મને મેદાન પર અને મેદાનની બહાર જે સમર્થન મળ્યું છે તેના માટે હું આભારી છું. મને લાગે છે કે મારા માટે આ યોગ્ય સમય છે, પરંતુ હું આ ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાનું ચાલુ રાખીશ અને યોગદાન આપવા માટે સખત મહેનત કરીશ. આશા છે કે આગામી કેટલાક વર્ષો અમારા માટે સારા રહેશે. આભાર.

બાલબિર્નીએ 89 મેચમાં સંભાળ્યું સુકાની પદ

32 વર્ષીય બાલબિર્નીએ 2019ના અંતમાં સત્તા સંભાળી ત્યારથી તમામ ફોર્મેટમાં 89 વખત તેમના દેશનું નેતૃત્વ કર્યું છે. તેણે કેપ્ટન તરીકે 4 ટેસ્ટ, 33 ODI, 52 T20 રમી હતી. આયર્લેન્ડ મેન્સના મુખ્ય કોચ હેનરિક માલાને કહ્યું- અમે એન્ડ્ર્યુના પદ છોડવાના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ, મારા માટે આ એક કરુણ દિવસ છે. એન્ડ્ર્યુ તેમના કાર્યકાળ દરમિયાન અપવાદરૂપે સમર્પિત કેપ્ટન રહ્યો છે. મને તેની સાથે કેપ્ટન તરીકે કામ કરવામાં ખૂબ આનંદ આવ્યો છે. હું જાણું છું કે તેણે હળવાશથી લીધેલો નિર્ણય ન હતો, પરંતુ એક એવો નિર્ણય હતો જે તેણે ટીમ માટે શ્રેષ્ઠ માન્યો હતો. ટીમના વરિષ્ઠ સભ્ય તરીકે ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છું.

ODI વર્લ્ડ કપમાંથી ટીમ બહાર

ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આયર્લેન્ડની ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નથી. ટીમ સુપર સિક્સમાં પણ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી. ટીમ તેની ચાર ગ્રૂપ મેચમાંથી માત્ર એક જ જીતી શકી હતી. ગ્રુપ-બીમાં આયર્લેન્ડ માત્ર યુએઈને હરાવવામાં સફળ રહ્યું હતું. ક્વોલિફાયરમાં સાતમાં સ્થાન માટે રમાયેલી મેચમાં નેપાળને હરાવ્યું હતું. ટીમ જીતતાની સાથે જ એન્ડ્ર્યુ બલબિર્નીએ આ નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો – Bigg Boss ના પ્રથમ હોસ્ટ અરશદ વારસીને કેમ કરાયા રિપ્લેસ, સલમાન ખાનને લઇને કર્યો આ ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Andrew BalbirnieICC ODI World Cup 2023IrelandODI World CupODI World Cup 2023Paul Stirling
Next Article