ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રોહિત શર્માની ફિટનેસની ચર્ચા વચ્ચે કોચે કહી આ વાત, કહ્યું- તેઓ વિરાટ કોહલીની જેમ..!

ભારતીય ક્રિકટના વિકાસ સાથે ટીમના ખેલાડીઓમાં પણ ઘણા ફેરફાર થયા છે. પહેલા ક્રિકેટર માટે ફિટનેસ એ જરૂરી માપદંડ નહોતો, પરંતુ વિરાટ કોહલીની ટીમમાં એન્ટ્રી પછીથી માન્યતા બદલાઈ છે. આજે કોઈ પણ યુવા ખેલાડી માટે વિરાટ કોહલીની ફિટનેસ એક સારું ઉદાહરણ...
05:01 PM Dec 11, 2023 IST | Vipul Sen
ભારતીય ક્રિકટના વિકાસ સાથે ટીમના ખેલાડીઓમાં પણ ઘણા ફેરફાર થયા છે. પહેલા ક્રિકેટર માટે ફિટનેસ એ જરૂરી માપદંડ નહોતો, પરંતુ વિરાટ કોહલીની ટીમમાં એન્ટ્રી પછીથી માન્યતા બદલાઈ છે. આજે કોઈ પણ યુવા ખેલાડી માટે વિરાટ કોહલીની ફિટનેસ એક સારું ઉદાહરણ...

ભારતીય ક્રિકટના વિકાસ સાથે ટીમના ખેલાડીઓમાં પણ ઘણા ફેરફાર થયા છે. પહેલા ક્રિકેટર માટે ફિટનેસ એ જરૂરી માપદંડ નહોતો, પરંતુ વિરાટ કોહલીની ટીમમાં એન્ટ્રી પછીથી માન્યતા બદલાઈ છે. આજે કોઈ પણ યુવા ખેલાડી માટે વિરાટ કોહલીની ફિટનેસ એક સારું ઉદાહરણ છે. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમમાં હવે ફિઝિકલ ફિટનેસને જરૂર માપદંડ બનાવ્યો છે. આ સાથે યો-યો ટેસ્ટની શરૂઆતથી ખેલાડીઓને તેમની ફિટનેસ પર કામ કરવાની ફરજ પડી છે.

'રોહિત શર્મા એક ફિટ ખેલાડી છે. તેમની ફિટનેસ સારી છે'

જોકે, ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માની ફિટનેસ સતત ચર્ચામાં રહી છે. કેટલાક ક્રિકેટ ફેન્સ રોહિત શર્માને અનફિટ માને છે. પરંતુ, કેટલાક કહે છે કે જો તે ફિટ ન હોત તો તે નેશનલ ટીમમાં ન રમી શક્યો હોત. જો કે, જ્યાં સુધી ભારતના સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ અંકિત કાલિયારની વાત છે તો તેમના મતે રોહિત શર્મા પણ કોહલી જેટલો જ ફિટ અને ચપળ છે. કોચ અંકિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'રોહિત શર્મા એક ફિટ ખેલાડી છે. તેમની ફિટનેસ સારી છે. જો કે, તેઓ થોડા ભારી દેખાય છે. પરંતુ, તે હંમેશા યો-યો પરીક્ષણ પાસ કરે છે. તેઓ વિરાટ કોહલી જેવા જ ફિટ છે. એવું લાગે છે કે તે ભારે છે, પરંતુ અમે તેમને મેદાનમાં જોયા છે, તેમની ચપળતા અને ગતિશીલતા અદ્ભુત છે. તે શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક છે.

'વિરાટ કોહલીએ ફિટનેસનું કલ્ચર બદલ્યું'

કોહલી વિશે વાત કરતા કોચે કહ્યું કે, આ સુપરસ્ટાર બેટ્સમેનના આવ્યા પછી જ ટીમમાં ફિટનેસનું કલ્ચર બદલાયું છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ ફિટનેસની વાત આવે છે ત્યારે વિરાટ કોહલીનું ઉદાહરણ આપવામાં આવે છે. તેમણે ટીમમાં ફિટનેસને લઈ જાગૃતિ ફેલાવી છે. જ્યારે તમારા અનુભવી ખેલાડી આટલા ફિટ હોય ત્યારે તેઓ બીજા માટે ઉદાહરણ બની જાય છે.

 

આ પણ વાંચો- પાકિસ્તાન માટે 12 સદી ફટકારનારા આ ક્રિકેટરે તમામ ફોર્મેટને કીધું અલવિદા, કહ્યું- ક્રિકેટને લઈને હવે મારામાં ..!

Tags :
Ankit KaliarBCCIIndian Cricket Teamrohit sharmaTeam IndiaVirat KohliYo YO Test
Next Article