Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન માટે 12 સદી ફટકારનારા આ ક્રિકેટરે તમામ ફોર્મેટને કીધું અલવિદા, કહ્યું- ક્રિકેટને લઈને હવે મારામાં ..!

પાકિસ્તાન ક્રિકેટમાંથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટર અસદ શફીકે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. અસદ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમમાંથી બહાર હતા. રિટાયરમેન્ટને લઈ તેમણે કહ્યું કે, ક્રિકેટને લઈને હવે તેમનામાં તે ઉત્સાહ રહ્યો નથી. ઉપરાંત,...
પાકિસ્તાન માટે 12 સદી ફટકારનારા આ ક્રિકેટરે તમામ ફોર્મેટને કીધું અલવિદા  કહ્યું  ક્રિકેટને લઈને હવે મારામાં
Advertisement

પાકિસ્તાન ક્રિકેટમાંથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટર અસદ શફીકે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. અસદ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમમાંથી બહાર હતા. રિટાયરમેન્ટને લઈ તેમણે કહ્યું કે, ક્રિકેટને લઈને હવે તેમનામાં તે ઉત્સાહ રહ્યો નથી. ઉપરાંત, તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે તેમની ફિટનેસ પણ જવાબ આપી રહી છે.

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા અસદ શફીકે કહ્યું કે, હવે મારામાં ક્રિકેટ રમવામાં માટે પહેલા જોવો ઉત્સાહ નથી રહ્યો. સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે મારી ફિટનેસ પણ જવાબ આપી રહી છે. મને પીસીબીથી કોન્ટ્રાક્ટ મળ્યો અને હું તેના પર ધ્યાન આપી રહ્યો છું અને મને અપેક્ષા છે કે તેને જલદી પ્રોસેસમાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, અસદ શફીકે પાકિસ્તાન માટે તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. જો કે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ટીમમાંથી બહાર હતા.

Advertisement

અસદે 77 ટેસ્ટ, 60 વનડે અને 10 ટી20 મેચ રમ્યા

Advertisement

અસદે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઓગસ્ટ, 2020માં ઇંગ્લેન્ડ સામે રમી હતી, જે એક ટેસ્ટ મેચ હતી. અસદે છેલ્લી વનડે મેચ સાલ 2017માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અશદના કરિયરની વાત કરીએ તો તેણે 77 ટેસ્ટ, 60 વનડે અને 10 ટી20 મેચ રમ્યા છે. ટેસ્ટમાં 128 ઇનિંગ્સમાં અસદે 38.19ની એવરેજથી 4660 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 27 અડધી સદી સામેલ છે. જ્યારે વનડેમાં 58 ઇનિંગ્સમાં 24.74ની એવરેજથી 1336 રન બનાવ્યા હતા, જેમાં 9 અડધી સદી સામેલ છે. ટી20ની વાત કરીએ તો 10 ઇનિંગ્સમાં 192 રન બનાવ્યા છે.

આ પણ વાંચો- IND vs SA 1st T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ વરસાદને ભેટ ચઢી

Tags :
Advertisement

.

×