Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના શ્રીલંકા પ્રવાસનું SCHEDULE થયું જાહેર, 26 જુલાઈથી શરૂ થશે પ્રથમ મુકાબલો

WORLD CUP માં જીત્યા બાદ હાલ ભારતની યુવા ટીમ ZIMBABWE માં શુભમન ગિલના સુકાનીપદે T20 SERIES રમી રહી છે. આ ZIMBABWE ની સિરીઝ બાદ ભારત શ્રીલંકા સામે અગત્યની શ્રેણી રમવા માટે જઈ રહ્યું છે. ભારતીય ટીમ માત્ર ત્રણ મેચની ટી-20...
ભારતના શ્રીલંકા પ્રવાસનું schedule થયું જાહેર  26 જુલાઈથી શરૂ થશે પ્રથમ મુકાબલો
Advertisement

WORLD CUP માં જીત્યા બાદ હાલ ભારતની યુવા ટીમ ZIMBABWE માં શુભમન ગિલના સુકાનીપદે T20 SERIES રમી રહી છે. આ ZIMBABWE ની સિરીઝ બાદ ભારત શ્રીલંકા સામે અગત્યની શ્રેણી રમવા માટે જઈ રહ્યું છે. ભારતીય ટીમ માત્ર ત્રણ મેચની ટી-20 અને ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણી ખાસ એટલા માટે છે કે, આ શ્રેણીમા ગૌતમ ગંભીરનો હેડ કોચ તરીકે કાર્યકાળ શરૂ થવાનો છે અને કદાચ આ શ્રેણીમાં રોહિત અને વિરાટ ટીમમાં પાછા ફરે તેવી પણ સંભાવનાઓ છે. હવે ભારત અને શ્રીલંકાની આ શ્રેણીનો SCHEDULE સામે આવ્યો છે.

ભારતનો શ્રીલંકા પ્રવાસ 26 જુલાઈથી શરૂ થશે

Advertisement

આવેલા SCHEDULE ના અનુસાર, ભારતનો શ્રીલંકા પ્રવાસ 26 જુલાઈથી શરૂ થશે. આ પ્રવાસમાં પહેલા T20I શ્રેણી પહેલા રમાશે અને બાદ ODI શ્રેણી રમાશે. ટીમ ઈન્ડિયા પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 26, 27 અને 29 જુલાઈએ ત્રણ ટી-20 મેચ રમશે. આ પછી ટીમ ઈન્ડિયાએ કોલંબોમાં ત્રણ વનડે મેચ રમવાની છે. જ્યારે T-20 ઈન્ટરનેશનલ સિરીઝ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે જ્યારે ODI સિરીઝની મેચો બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

Advertisement

આ પ્રવાસથી હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર પોતાના કાર્યકાળની શરૂઆત કરશે

ભારતના આ પ્રવાસથી હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. આ શ્રેણીમાં રોહિત અને વિરાટની હાજરી ઉપર હજી પણ પ્રશ્નાર્થ છે. મળતી માહિતી અનુસાર, તેઓ ODI શ્રેણીથી ભારતીય ટીમમાં પુનરાગમન કરી શકે છે. વધુમાં તેવી વિગત પણ સામે આવી છે કે, હાર્દિક પંડયાને T20 માં અને કે એલ રાહુલને ODI શ્રેણીમાં સુકાની પદ સોંપવામાં આવી શકે છે. સામે શ્રીલંકાની ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર થયા છે. ભૂતપૂર્વ દિગ્ગજ સનથ જયસૂર્યાને શ્રીલંકાના મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આ પદ મળ્યા પછી તેના માટે પણ આ પ્રથમ શ્રેણી હશે.

આ પણ વાંચો : શું HARDIK અને NATASHA હવે ક્યારેય એક નહીં થાય? NATASHA એ આપી આ HINT

Tags :
Advertisement

.

×