ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

19 નવેમ્બર 2023 જ્યારે ટીમ ઈન્ડિયાની સાથે રડ્યા 140 કરોડો ભારતીયો

19 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે સમયે ભારતીય ફેન્સ એટલે ચોંકી ગયા હતા કારણ કે આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ એકપણ મેચ હાર્યા વિના ફાઈનલ સુધી પહોંચી હતી.
02:20 PM Nov 19, 2024 IST | Hardik Shah
19 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે સમયે ભારતીય ફેન્સ એટલે ચોંકી ગયા હતા કારણ કે આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ એકપણ મેચ હાર્યા વિના ફાઈનલ સુધી પહોંચી હતી.
19 November 2023 IND vs AUS World Cup Final

19 November 2023 : ભારતીય ક્રિકેટ ફેન્સ 19 નવેમ્બર 2023 ના દિવસને આજે પણ ભલી શક્યા નથી. ગત વર્ષે કરોડો ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો, જેને યાદ કરીને પણ તેઓ દુઃખી થઇ જાય છે. વાસ્તવમાં, 19 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે સમયે ભારતીય ફેન્સ એટલે ચોંકી ગયા હતા કારણ કે આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ એકપણ મેચ હાર્યા વિના ફાઈનલ સુધી પહોંચી હતી.

19 નવેમ્બરને ફેન્સ માને છે અશુભ તારીખ

ઘણા સંઘર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં પહોંચી ત્યારે સૌ કોઇને આશા હતી કે આ વખતે એકવાર ફરી ટીમ ઈન્ડિયા પોતાના જ ઘરમાં ODI વર્લ્ડ કપ જીતીને બતાવશે, પણ થયું તેનાથી વિપરીત. ભારતીય ટીમ આ મેચમાં ખૂબ જ દબાણમાં જોવા મળી હતી. હવે તેને ફાઈનલનું ટેન્શન કહીએ કે પછી કરોડો ચાહકોની આશા, અંતે ટીમ ખરાબ રીતે હારી અને ઓસ્ટ્રેલિયાએ આ બિગ ટૂર્નામેન્ટની ફાઈનલ જીતી હતી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમના કેલેન્ડરમાં 19 નવેમ્બરને અશુભ તારીખ તરીકે જોવામાં આવે છે. જો ભારતીય ચાહકોના હાથમાં હોત, તો 19 નવેમ્બરને કેલેન્ડરમાંથી દૂર કરી દેતા. આ વાતને ભલે એક વર્ષ પૂર્ણ થયું પણ આજે આ વિશે ચર્ચા થાય છે તો ભારતીય ક્રિકેટ ટીમ પણ દુઃખી થઇ જાય છે. આજે પણ તેઓ વિચારી રહ્યા છે કે, ODI વર્લ્ડ કપ 2023ની હાર એક એવી હાર છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જ્યારે ટીમ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રમવા આવી હતી, ત્યારે પ્રથમ 10 ઓવર સુધી બધું બરાબર ચાલ્યું હતું. જોકે, જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર પ્રભુત્વ જમાવ્યું અને મેચને પોતાના કબજામાં લઈ લીધી હતી.

આંકડાઓ ભૂલાઈ જાય છે, હાર યાદ રહે છે

ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક વિરાટ કોહલીએ 765 રન બનાવ્યા હતા. બીજી તરફ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓપનર તરીકે આક્રમક બેટિંદ કરતા 597 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોની વાત કરીએ તો મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટની 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલી રહ્યો હતો. લોકો આ તમામ આંકડાઓ ભૂલી જાય છે અને યાદ કરે છે કે કેવી રીતે ટ્રેવિસ હેડે સદી ફટકારીને ભારતની યોજનાઓને ધૂળમાં ભેળી દીધી હતી .2011 પછી ભારત પાસે ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાની તક હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી આ તક છીનવી લીધી. તે દિવસે દરેક ભારતીય ક્રિકેટ ચાહકોની આંખોમાં આંસુ હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી, દરેક રડી રહ્યા હતા કારણ કે તેઓ જાણતા હતા કે તેમના પ્રશંસકોની સામે જીતવું કેવું હશે.

ટૂંકમાં મેચનો અહેવાલ

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ સારી શરૂઆત કરે તે પહેલા જ શુભમન ગિલ 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇનિંગને આગળ ધપાવી અને દરેક મેચની જેમ ફાઇનલમાં પણ રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી, પરંતુ તે 10મી ઓવરના ચોથા બોલ પર આઉટ થઈ ગયો. તેણે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન અને કેએલ રાહુલે 107 બોલમાં 66 રન બનાવ્યા હતા. ભારત 50 ઓવરમાં માત્ર 240 રન બનાવી શક્યું હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 241 રનનો ટાર્ગેટ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડે 137 રન અને માર્નસ લાબુશેને 58 રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સે મેચનું પરિણામ બદલી નાખ્યું હતું.

આ પણ વાંચો:   "વોલ" થી "સિકંદર" સુધી : ODI માં શૂન્ય પર આઉટ થયા વિના સૌથી વધુ ઇનિંગ્સ રમનારા બેટ્સમેનો કોણ?

Tags :
19 November19 November 2023 Final19 November 2023 Final Match19 November 2023 ODI World Cup Final MatchGujarat FirstHardik ShahIndia vs AustraliaIndian Cricket Teamrohit sharmaTravis HeadVirat Kohliworld cup 2023
Next Article