ICC ક્રિકેટ ઓફ ધ યર માટે 4 ખેલાડીઓની પસંદગી,લિસ્ટમાં એક ભારતીય
- ICC ક્રિકેટ ઓફ ધ યર માટે 4 ખેલાડીઓની પસંદગી
- ICC મેન્સ એવોર્ડ માટે 4 નોમિનીમાં એકમાત્ર બોલર
- જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર
ICC Test Cricket of 2024 Award: આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે 4 ખેલાડી નામાંકિત થયા છે. જેમાં એક ભારત, 2 ઈંગ્લેન્ડ અને 1 શ્રીલંકાના ખેલાડી સામેલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની સાથે ઇંગ્લેન્ડના જો રૂટ (Joe Root), હેરી બ્રુક (Harry Brook) અને શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસ (Kamindu Mendis) ને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ 4 નોમિનીમાં બુમરાહ એકમાત્ર બોલર છે.
જસપ્રીત બુમરાહ
હાલમાં જસપ્રીત બુમરાહ આઈસીસી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. તેને વર્ષ 2024માં સૌથી વધુ 13 મેચોમાં 71 વિકેટ લીધી છે, જે 2024માં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે. બુમરાહે રોહિત શર્માની ગેરહાજરીમાં, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પ્રથમ મેચમાં કેપ્ટનશીપ પણ કરી હતી. જ્યાં ટીમ ઈન્ડિાયાએ ઓસ્ટ્રેલિયાને 295 રનથી માત આપી હતી. આઈસીસી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન જો રૂટે વર્ષ 2024માં 17 ટેસ્ટમાં છ સદી અને પાંચ અડધી સદી સાથે 1556 રન બનાવ્યા છે. રૂટે મુલતાનમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 262 નોંધાવ્યો હતો.
🏴 🇮🇳 🇦🇺 🏴
The best of the best will be vying for the coveted Sir Garfield Sobers Trophy for ICC Men’s Cricketer of the Year 🌟 #ICCAwardshttps://t.co/RJPl6McATL
— ICC (@ICC) December 30, 2024
આ પણ વાંચો -મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે અમ્પાયરે કરી Cheating!
હેરી બ્રુક
ઈંગ્લેન્ડના જ હેરી બ્રુકે આ વર્ષે 12 ટેસ્ટમાં 1100 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 55ની રહી છે. 25 વર્ષીય બ્રુકે ત્રણ અર્ધસદી અને ચાર સદી ફટકારી છે, જેમાં પાકિસ્તાન સામે મુલતાનમાં પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ટ્રિપલ સેન્ચુરી (317)નો સમાવેશ થાય છે.
કામિન્દુ મેન્ડિસ
મેન્ડિસે 2024માં શ્રીલંકા માટે નવ ટેસ્ટમાં 1049 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 74.92ની રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને શાનદાર પ્રદર્શન કરતા 2 સેન્ચુરી ફટકારી હતી.


