ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અભિષેક શર્માની ગર્લફ્રેન્ડ કોણ છે? સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

ભારતીય ઓપનર અભિષેક શર્મા તેની શાનદાર રમત અને અંગત જીવન બંને માટે ચર્ચામાં છે. તેની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચામાં આવેલી લૈલા ફૈસલ વિશે સંપૂર્ણ વિગતો જાણો.
02:12 PM Sep 24, 2025 IST | Mihir Solanki
ભારતીય ઓપનર અભિષેક શર્મા તેની શાનદાર રમત અને અંગત જીવન બંને માટે ચર્ચામાં છે. તેની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચામાં આવેલી લૈલા ફૈસલ વિશે સંપૂર્ણ વિગતો જાણો.
Abhishek Sharma girlfriend

Abhishek Sharma girlfriend : એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ભારતીય ઓપનર અભિષેક શર્મા આ દિવસોમાં માત્ર ક્રિકેટના કારણે જ નહીં, પણ પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. પાકિસ્તાન સામેની ધમાકેદાર ઇનિંગ્સ બાદ, સોશિયલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડ વિશે અનેક અટકળો ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્મા લંડનમાં ભણેલી ઉદ્યોગસાહસિક લૈલા ફૈસલ સાથે સંબંધમાં છે. લૈલા ફૈસલ એક લક્ઝરી ફેશન બ્રાન્ડ 'LRF ડિઝાઇન'ની સહ-સ્થાપક છે.

કોણ છે લૈલા ફૈસલ? (Abhishek Sharma girlfriend)

લૈલા ફૈસલે લંડનની કિંગ્સ કોલેજમાંથી સાયકોલોજીમાં ઓનર્સની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન અને બ્રાન્ડિંગનો અભ્યાસ કર્યો. પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેમણે માલન બ્રેટન અને રોકી સ્ટાર જેવા જાણીતા ડિઝાઇનર્સ સાથે ઇન્ટર્નશિપ કરી, જેનાથી તેમને ફેશન ઇન્ડસ્ટ્રીની ઊંડી સમજણ મળી.

LRF ડિઝાઈનની કરી છે શરૂઆત (Abhishek Sharma girlfriend)

લૈલાએ પોતાની માતા રૂહી ફૈસલ સાથે મળીને 'LRF ડિઝાઇન'ની શરૂઆત કરી. આ બ્રાન્ડ ખાસ કરીને કાશ્મીરી સિલ્ક અને તેની બારીક ભરતકામ માટે જાણીતી છે, જે ભારતીય વસ્ત્ર પરંપરાની સુંદરતા દર્શાવે છે. આ બ્રાન્ડનો ઉદ્દેશ મહિલાઓ માટે એવા કપડાં બનાવવાનો છે જે આરામદાયક, સ્ટાઈલિશ અને સદાબહાર હોય.

અભિષેક અને લૈલાનું નામ કેમ જોડાયું?

લૈલા અને અભિષેકના સંબંધોની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે લૈલાએ ઇંગ્લેન્ડ સામે અભિષેકની 135 રનની શાનદાર ઇનિંગ્સ બાદ એક ખાસ પોસ્ટ શેર કરી. મેચ દરમિયાન તે ઘણીવાર અભિષેકને ઉત્સાહપૂર્વક સપોર્ટ કરતી જોવા મળી હતી. આ મેચોમાં તેની સાથે ઘણીવાર અભિષેકની બહેન કોમલ પણ હાજર રહી, જે દર્શાવે છે કે લૈલાનો અભિષેકના પરિવાર સાથે પણ ઘેરો સંબંધ છે.

હજૂ સત્તાવાર મંજૂરી મળી નથી

સૌથી અગત્યની વાત તો એ છે કે, લૈલા અને અભિષેક બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.ભલે આ સંબંધોને હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી ન મળી હોય, પરંતુ લૈલા ફૈસલની ઉપલબ્ધિઓ અને ક્રિકેટ મેચોમાં તેની હાજરીએ તેને મીડિયામાં એક લોકપ્રિય ચહેરો બનાવી દીધો છે.

આ પણ વાંચો  :   સુંદરતામાં અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે પાકિસ્તાની મહિલા ક્રિકેટર , જાણો તેની કુલ સંપત્તિ કેટલી છે?

Tags :
Abhishek Sharma girlfriendAbhishek Sharma Laila FaisalCricketer GirlfriendIndian CricketerLaila FaisalLaila Faisal Instagram
Next Article