Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિષેક શર્માની બહેનના લગ્નમાં યુવરાજ સિંહે ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી!, જુઓ વીડિયો

'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' અભિષેક શર્મા બહેન કોમલ શર્માના લગ્નની ખુશીઓમાં. પ્રી-વેડિંગમાં યુવરાજ સિંહે જમાવ્યો રંગ, જુઓ Viral વીડિયો.
અભિષેક શર્માની બહેનના લગ્નમાં યુવરાજ સિંહે ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી   જુઓ વીડિયો
Advertisement
  • ભારતીય ક્રિકેટર અભિષેક શર્માની બહેનની પ્રિ-વેડિંગ સેરેમની (Abhishek Sharma Sister Wedding)
  • ક્રિકેટ અને મનોરંજન જગતની અનેક હસ્તીઓ રહી હાજર
  • દિગ્ગજ ખેલાડી યુવરાજસિંહે સ્ટેજ પર ભાંગડા કર્યા
  • અભિષેક શર્માએ જીજાજી સાથે જોરદાર મસ્તી કરી

Abhishek Sharma Sister Wedding : એશિયા કપ 2025માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનીને ચર્ચામાં આવેલા ક્રિકેટર અભિષેક શર્મા હાલમાં લુધિયાણામાં તેમની બહેનના લગ્નની ખુશીઓમાં ડૂબેલા છે. તેમની બહેન કોમલ શર્માના લગ્ન 3 ઓક્ટોબરના રોજ થવાના છે, અને પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ક્રિકેટ અને મનોરંજન જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

યુવરાજ સિંહનું ભાંગડા પરફોર્મન્સ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ક્રિકેટ જગતનો દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ પોતાના ડાન્સ મૂવ્સ બતાવતા નજરે પડ્યા હતા. યુવરાજ સિંહે સ્ટેજ પર અભિષેક શર્મા અને તેમના પિતા સાથે ઉગ્રતાથી ભાંગડા કર્યો હતો. ખુદ અભિષેક શર્મા પણ પંજાબી સિંગર રણજીત બાવાના સંગીત પર થિરકતા જોવા મળ્યા હતા. આ રંગીન સાંજે અભિષેકે તેમના થનારા જીજાજી (બનેવી) સાથે પણ ડાન્સ ફ્લોર પર જોરદાર મસ્તી કરી હતી, જેમાં વરરાજા અને કોમલ શર્મા પણ જોડાયા હતા. લગ્ન પૂર્વેના આ કાર્યક્રમમાં કોમલ શર્મા સુંદર લહેંગામાં હતાં, જ્યારે અભિષેક અને વરરાજા કાળા રંગના મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

એશિયા કપની સફળતા બાદ ઘેર ખુશીનો માહોલ (Abhishek Sharma Sister Wedding)

24 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના શાનદાર એશિયા કપ પ્રદર્શનના તરત બાદ તેમના ઘરમાં આ ખુશીનો પ્રસંગ આવ્યો છે. ટૂર્નામેન્ટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અભિષેકે ટૂર્નામેન્ટની સાત ઇનિંગ્સમાં સતત ત્રણ અર્ધશતક સહિત 314 રન બનાવ્યા હતા, જેના કારણે ભારત ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતું.

અભિષેકે તમામ શ્રેય કેપ્ટન અને કોચને આપ્યો

એવોર્ડ જીત્યા બાદ અભિષેકે કહ્યું હતું કે ટીમમાં તેમની વ્યૂહરચના પ્રથમ બોલથી જ ઝડપી ઇન્ટેન્ટ બતાવવાની હતી. તેમણે તેમની સફળતાનો શ્રેય કેપ્ટન અને કોચના વિશેષ સમર્થનને આપ્યો હતો, જેના કારણે તે નિર્ભયતાથી રમી શક્યા હતા. એશિયા કપની સફળતાની ઉજવણી બાદ હવે અભિષેક શર્મા પરિવાર સાથે બહેનના લગ્નનો ઉત્સવ માણી રહ્યા છે.

આ પણ વાંચો :   Asia Cup Trophy Controversy : અંતે ટ્રોફી ચોરને જીદ છોડવી પડી!

Tags :
Advertisement

.

×