17 હજાર કરોડ રૂપિયાથી વધુમાં RCB ખરીદવાની તૈયારી, જાણો કોણ છે ખરીદનાર?
- લોકપ્રિય ટીમ RCBને વેચવાની તૈયારીઓ શરૂ (Adar Poonawalla RCB Bid)
- RCBની કિંમત 17,700 કરોડથી પણ વધુ
- સીરમ ઈન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા ખરીદશે ટીમ
- હાલ RCBના માલિક છે ડિયાજિયો
Adar Poonawalla RCB Bid : IPLની લોકપ્રિય ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને વેચવાની તૈયારીઓ ચાલી રહી છે, અને મીડિયા અહેવાલો મુજબ, આ ટીમને ખરીદવા માટે એક મોટા ભારતીય ઉદ્યોગપતિએ રસ દાખવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, RCBની કિંમત રુ.17,700 કરોડથી પણ વધુ આંકવામાં આવી છે.
કોણ ખરીદવા માંગે છે RCB? (Adar Poonawalla RCB Bid)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટીમને ખરીદવા માટે રસ દાખવનાર વ્યક્તિ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલા છે. SII એ જ કંપની છે જેણે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનનું નિર્માણ કર્યું હતું. એક અહેવાલ મુજબ, પૂનાવાલા એકલા હાથે RCBને ખરીદવાની તૈયારીમાં છે. હાલમાં RCBની માલિકી ડિયાજિયો (Diageo) પાસે છે, પરંતુ કંપની તેને પોતાના મુખ્ય વ્યવસાય તરીકે જોતી નથી, તેથી વેચાણની પ્રક્રિયા શરૂ થઈ છે.
અદાર પૂનાવાલા કોણ છે?
અદાર પૂનાવાલા દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપનીના વડા છે. તેઓ એક પારસી પરિવારમાંથી આવે છે. તેમના પિતા, સાઇરસ પૂનાવાલાએ, 1966માં SIIની સ્થાપના કરી હતી. અદાર પૂનાવાલાની નેટવર્થ રુ.1.13 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ છે, જેને કારણે તેમના માટે એક IPL ટીમને ખરીદવી કોઈ મોટી વાત નથી. તેમની સંપત્તિનો અંદાજ ત્યારે પણ આવ્યો હતો જ્યારે ગયા વર્ષે તેમણે લંડનમાં રુ.1,446 કરોડની કિંમતનો એક આલીશાન બંગલો ખરીદીને ચર્ચા જગાવી હતી પૂનાવાલાને ઘોડેસવારીનો પણ ખૂબ શોખ છે, અને તેમના 200 એકરના ફાર્મહાઉસમાં અનેક ઘોડાઓ છે.
વેક્સિન કિંગ બનશે માલિક?
જોકે, આ સમગ્ર મામલે અદાર પૂનાવાલા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે જોવાનું એ રહે છે કે વેક્સિન કિંગ ગણાતા પૂનાવાલા ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કરીને RCBના નવા માલિક બને છે કે નહીં. હાલમાં જ તેમણે ધર્મા પ્રોડક્શનમાં પણ હિસ્સો ખરીદ્યો છે. ત્યારે હવે RCBમાં તેઓ રોકાણ કરશે કે નહીં તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : એશિયા કપ ટ્રોફી વિવાદ: PCB ચીફ મોહસિન નકવીની નવી શરત, BCCIનું વૉકઆઉટ