India ODI Series:T20 અને ટેસ્ટમાં મચાવી ધમાલ, હવે ODIમાં ડેબ્યૂ કરશે ભારતીય સ્ટાર!
- ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે
- બંને ટીમો વચ્ચે ODI અને T20 સિરીઝ રમાશે
- ODIમાં ડેબ્યૂ કરશે ભારતીય સ્ટાર
India vs England ODI Series : હવે ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની હાર ભૂલીને આગળ વધવા ઈચ્છશે. હવે ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે. જ્યાં બંને ટીમો વચ્ચે ODI અને T20 સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર યુવા ખેલાડી ઈંગ્લેન્ડ સાથેની ત્રણ મેચની વનડે સિરીઝમાં પોતાની વનડે ડેબ્યૂ કરી શકે છે. અત્યાર સુધી આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે T20 અને ટેસ્ટ ક્રિકેટમાં ધૂમ મચાવી છે. આ ખેલાડીને હજુ સુધી વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.
2 વર્ષ પછી ડેબ્યૂ કરી શકે છે જયસ્વાલ
ટીમ ઈન્ડિયાના સ્ટાર યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને હજુ સુધી ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. જોકે, ટી20 અને ટેસ્ટમાં જયસ્વાલનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ જયસ્વાલનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તે આ વખતે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ સિવાય યશસ્વીએ પર્થ ટેસ્ટમાં પણ શાનદાર સદી ફટકારી હતી.
🚨 TEAM INDIA UPDATES. 🚨
- Bumrah rested from England series.
- Jaiswal as backup opener in England ODIs and CT.
- Siraj set to rest from England T20is, will be part of ODIs and CT.
- Sundar and Arshdeep might be picked.
- Team will be announced on 12th January. (Revsportz). pic.twitter.com/viAxcItTQ6— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2025
આ પણ વાંચો -ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન,જાણો ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના હાલ!
યશસ્વી જયસ્વાલની પસંદગી
હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે યશસ્વી જયસ્વાલને ઈંગ્લેન્ડ સાથેની ODI સિરીઝ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે. જોકે, જયસ્વાલને બેકઅપ ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. જયસ્વાલે વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ અને T20 ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને ક્યારેય ODI ટીમમાં તક મળી નથી, હવે જયસ્વાલની બે વર્ષની રાહનો અંત આવી શકે છે.
આ પણ વાંચો -Hardik Pandya પર લાગ્યો પ્રતિબંધ, IPL ની પ્રથમ મેચ નહી રમી શકે!
6 ફેબ્રુઆરીથી વનડે સિરીઝ શરૂ થશે
ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાએ પહેલા 5 મેચની T20 સીરીઝ અને પછી 3 મેચની ODI સીરીઝ રમવાની છે. ટી-20 સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થશે.


