ત્રેવડી સદી ફટકાર્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી ખરાબ નિર્ણય લીધો
- વિઆન મુલ્ડરે એક અવિસ્મરણીય ઇનિંગ રમી!
- વિઆન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં 367 રનની અસાધારણ ઇનિંગ રમી
- વિઆન મુલ્ડરે 67 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
Wiaan Mulder record-breaking innings : દક્ષિણ આફ્રિકાના નવનિયુક્ત કેપ્ટન વિઆન મુલ્ડર (Wiaan Mulder) એ ઝિમ્બાબ્વેની ધરતી પર ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસ (history of Test cricket) માં એક એવી ઇનિંગ રમી છે, જે ક્રિકેટ રસિકોના મનમાં હંમેશા યાદ રહેશે. ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મુલ્ડરનું બેટ રનનો પહાડ ખડકી રહ્યું હતું, અને તેણે ટેસ્ટ ક્રિકેટના અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ તોડી નાખ્યા. બીજા દિવસના લંચ બ્રેક સુધીમાં મુલ્ડરે 367 રનની અસાધારણ ઇનિંગ રમી, જેના દ્વારા તેણે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) ની રેકોર્ડ બુકમાં પોતાનું નામ ચમકાવ્યું. જોકે, આ શાનદાર પ્રદર્શન બાદ તેના એક નિર્ણયે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું.
કેપ્ટન તરીકે અજોડ સિદ્ધિ
વિઆન મુલ્ડરે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો. તે કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી (300 રન) અને 350 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આ સિદ્ધિ સાથે તેણે 67 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે ટેસ્ટ ક્રિકેટના લાંબા ફોર્મેટમાં એક દુર્લભ સન્માન ગણાય છે. મુલ્ડરની આ ઇનિંગ તેની બેટિંગ ક્ષમતાને તો ઉજાગર કરે જ છે, પરંતુ એક લીડર તરીકેની તેની શ્રેષ્ઠતાને પણ પ્રકાશિત કરે છે.
વિદેશી ધરતી પર રેકોર્ડ-બ્રેકિંગ ઇનિંગ
મુલ્ડરે ઝિમ્બાબ્વેમાં વિદેશી ધરતી પર સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે 338 રનના સ્કોર સાથે પૂર્વ પાકિસ્તાની બેટ્સમેન હનીફ મોહમ્મદનો 1958માં બનાવેલો 337 રનનો રેકોર્ડ તોડી નાખ્યો. આ રેકોર્ડ 67 વર્ષથી અડગ હતો, પરંતુ મુલ્ડરની આ અદભૂત ઇનિંગે તેને નવો અધ્યાય આપ્યો. 367 રનની ઇનિંગ સાથે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો.
A historic triple ton by Wiaan Mulder 💫#ZIMvSA pic.twitter.com/NvsP4tB2XC
— ICC (@ICC) July 7, 2025
સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ
મુલ્ડરે હેરી બ્રૂક અને મેથ્યુ હેડનના રેકોર્ડ્સને પણ પછાડી દીધા. તેણે 287 બોલમાં ત્રેવડી સદી ફટકારી, જેના દ્વારા તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચ્યો. આ પહેલાં હેરી બ્રૂકે 2024માં પાકિસ્તાન સામે 310 બોલમાં અને મેથ્યુ હેડને 2003માં 362 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. જોકે, વીરેન્દ્ર સેહવાગનો 278 બોલમાં ત્રેવડી સદીનો રેકોર્ડ હજુ પણ ટોચ પર છે.
ચોંકાવનારો ઇનિંગ ડિક્લેરેશન નિર્ણય
મુલ્ડરની આ શાનદાર ઇનિંગ દરમિયાન બધાની નજર બ્રાયન લારાના 400 રનના વિશ્વ રેકોર્ડ પર હતી. 367 રન બનાવ્યા બાદ મુલ્ડર ક્રીઝ પર મજબૂતીથી ટકી રહ્યો હતો, અને ક્રિકેટ ચાહકોને આશા હતી કે તે લારાનો રેકોર્ડ તોડી નાખશે. જોકે, લંચ બ્રેક પૂરો થાય તે પહેલા જ દક્ષિણ આફ્રિકાએ ઇનિંગ ડિક્લેર કરી દીધી, અને મુલ્ડર 367 રન પર અણનમ રહ્યો. આ નિર્ણયે વિશ્વભરના ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ નિર્ણય ટીમનો હતો કે મુલ્ડરનો વ્યક્તિગત તે હવે ચર્ચાનો વિષય છે, પરંતુ નવો ઇતિહાસ લખવાના ઉંબરે પહોંચ્યા પછી અચાનક ઇનિંગને ડિક્લેર કરવી જે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો : Happy Birthday MS Dhoni : BCCI ધોનીને દર મહિને આપે છે પેન્શન, જાણો કેટલું અને કેમ


