Akashdeep એ દુનિયાના નંબર 1 બેટ્સમેનને દિવસે બતાવ્યા તારા, કર્યો ક્લીન બોલ્ડ, જુઓ VIDEO
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડ પર
- બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ ટીમની હાલત ખરાબ
- લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડે ચાર મોટી વિકેટ ગુમાવી દીધી
Akashdeep : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડ પર છે. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ ટીમની હાલત ખરાબ છે. લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડે ચાર મોટી વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ સિરાજે બેન ડકેટ અને ઓલી પોપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.જેક ક્રોલી સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ ગયો. દુનિયાના નંબર વન બેટ્સમેન હેરી બ્રુકની હાલત પણ જેક ક્રોલી જેવી જ હતી. હેરી બ્રુક માત્ર 19 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આકાશદીપે દિવસમાં હેરી બ્રુકને તારા બતાવ્યા અને તેના મિડલ સ્ટમ્પને ઉખેડી નાખ્યો.
આકાશદીપે હેરી બ્રુકને કર્યો ક્લીન બોલ્ડ
ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. બેન ડકેટને મોહમ્મદ સિરાજે માત્ર 12 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો, જ્યારે મોહમ્મદ સિરાજે ઓલી પોપને પણ માત્ર 4 રનના સ્કોર પર મોકલ્યો હતો. જેક ક્રોલીને 22 રન બનાવ્યા બાદ નીતિશ કુમાર રેડ્ડીએ આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડે 50 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
𝙏. 𝙄. 𝙈. 𝘽. 𝙀. 𝙍
Akash Deep hits the woodwork! 👌
He's absolutely pumped! 💪
Harry Brook departs as England lose their 4th wicket!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND pic.twitter.com/aRyvyFeoPr
— BCCI (@BCCI) July 13, 2025
આ પણ વાંચો -Rishabh Pant ઈતિહાસ રચવાની નજીક, તોડશે રોહિત શર્માનો રેકોર્ડ, આ મામલે બનશે નંબર?
હેરી બ્રુકના મિડલ સ્ટમ્પને ઉડાવ્યો અને ક્લીન બોલ્ડ કર્યો.
ઈંગ્લેન્ડને પાર્ટનરશિપની જરૂર હતી. હેરી બ્રુક ક્રીઝ પર આવ્યો અને આવતાની સાથે જ શક્તિશાળી શોટ માર્યા. બ્રુકે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા અને તેને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. હેરી બ્રુકે આકાશદીપ સામે સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તે સંપૂર્ણપણે લાઈન ચૂકી ગયો. આકાશદીપના શાનદાર બોલે હેરી બ્રુકના મિડલ સ્ટમ્પને ઉડાવ્યો અને ક્લીન બોલ્ડ કર્યો.
આ પણ વાંચો -Ind vs Eng: 'શુભમન ગિલ પણ મસાજ કરાવી રહ્યા હતા...', ઇંગ્લિશ કોચે ભારતીય કેપ્ટન પર સવાલ ઉઠાવ્યા
બેકફૂટ પર છે ઈંગ્લેન્ડની ટીમ
ચોથા દિવસે લંચ બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડની ટીમ બેકફૂટ પર છે. ઈંગ્લેન્ડની ટીમે 98 ના સ્કોર પર 4 મોટી વિકેટ ગુમાવી. મોહમ્મદ સિરાજ પહેલા સેશનમાં ખૂબ જ ફોર્મમાં જોવા મળ્યો હતો. 7 ઓવરના સ્પેલમાં મોહમ્મદ સિરાજે માત્ર 11 રન આપ્યા છે અને 2 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને આકાશદીપની જોડી પણ ખૂબ જ ફોર્મમાં જોવા મળી રહી છે.


