Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK: ભારતની જીત બાદ અમિતાભ બચ્ચને શોએબ અખ્તરને કરી દીધા ટ્રોલ, પોસ્ટ થઈ વાયરલ

એશિયા કપ ફાઇનલમાં ભારતની જીત બાદ અમિતાભ બચ્ચને શોએબ અખ્તરની ભૂલનો ઉપયોગ કરીને મજેદાર પોસ્ટ કરી. અખ્તરે અભિષેક શર્માના બદલે અભિષેક બચ્ચનનું નામ લીધું હતું. જાણો વાયરલ ટ્વીટ.
ind vs pak  ભારતની જીત બાદ અમિતાભ બચ્ચને શોએબ અખ્તરને કરી દીધા ટ્રોલ  પોસ્ટ થઈ વાયરલ
Advertisement
  • એશિયા કપમાં ભારતની જીત બાદ જશ્નનો માહોલ (Amitabh Bachchan Troll Shoaib )
  • અમિતાભ બચ્ચને પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરને કર્યો ટ્રોલ
  • અગાઉ શોએબ અખ્તરે અભિષેક બચ્ચનનું લખ્યુ હતુ નામ
  • મેચમાં અભિષેક બચ્ચનને પહેલા આઉટ કરવો જરૂરી લખ્યુ હતુ

Amitabh Bachchan Troll Shoaib  : એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાયો હતો. આ જશ્નમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોડાયા હતા અને તેમણે પોતાની આગવી શૈલીમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરને મજેદાર રીતે ટ્રોલ કર્યા હતા. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

આ સમગ્ર મામલો શોએબ અખ્તરની એક કોમેન્ટથી શરૂ થયો હતો. એક ક્રિકેટ શો 'ગેમ ઓન હૈ' પર ભારતની બેટિંગ વિશે વાત કરતી વખતે, અખ્તરે ભૂલથી ક્રિકેટર અભિષેક શર્માના બદલે અભિનેતા અભિષેક બચ્ચનનું નામ લઈ લીધું હતું. અખ્તરે કહ્યું હતું કે, "જો પાકિસ્તાન અભિષેક બચ્ચનને જલદી આઉટ કરી દે તો... મધ્યમ ક્રમનું શું થશે? તેમનો મિડલ ઓર્ડર સારો નથી રહ્યો." અખ્તરની આ ભૂલ તરત જ ક્રિકેટ ચાહકોના ધ્યાનમાં આવી હતી અને આ વિડિયો ઝડપથી વાયરલ થયો હતો.

Advertisement

Advertisement

અમિતાભ બચ્ચને મજાકમાં લીધો બદલો (Amitabh Bachchan Troll Shoaib )

ભારતની જીત બાદ તરત જ અમિતાભ બચ્ચને શોએબ અખ્તરની આ ભૂલનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક મજેદાર પોસ્ટ કરી. તેમણે લખ્યું: "જીત ગયા !! .. શાનદાર ખેલે અભિષેક બચ્ચન' .. ઉધર ઝુબાન લડખડાઇ ઔર ઇધર, બિના બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કિયે, લડખડા દિયા દુશ્મન કો !! બોલતી બંધ !! જય હિન્દ !!"

અભિષેક બચ્ચને પણ કરી હતી ટ્વિટ

આ પોસ્ટનો સ્પષ્ટ અર્થ હતો કે, એક તરફ શોએબ અખ્તરની જીભ લથડી હતી, જ્યારે બીજી તરફ ભારતે પાકિસ્તાનને હરાવીને તેમને શાંત કરી દીધા. નોંધનીય છે કે, આ ફાઇનલ મેચ પહેલાં અભિનેતા અભિષેક બચ્ચનએ પણ મજાકમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે, "સર, પૂરા સન્માન કે સાથ... નથી લાગતું કે તે (પાકિસ્તાન) તે પણ કરી શકશે! અને હું તો ક્રિકેટ રમવામાં પણ સારો નથી."

આ પણ વાંચો   :   IND vs PAK Final : Trophy Thief Naqvi મીમ્સ વાયરલ, સો.મીડિયામાં પાક.ની ઇજ્જત ધૂળધાણી

Tags :
Advertisement

.

×