Ranveer Allahbadiaને વધુ એક 'વિરાટ' ઝટકો,ક્રિકેટર કોહલીએ કર્યું આ કામ?
- રણવીર અલ્લાહબાદિયાનું ડાઉનફોલ થયું શરૂ
- વિરાટ કોહલીએ રણવીર અલ્હાબાદિયાને કર્યો અનફોલો
- રણવીર અલ્લાહબાડિયા વિરાટ કોહલીનો મોટો ફેન
Virat Kohli: સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં કરેલી શરમજનક કોમેન્ટ બાદ રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia)બધાના નિશાના પર છે. આ સમયે દેશનો લગભગ દરેક નાગરિક રણવીર અલ્લાહબાદિયાથી ગુસ્સે છે.કેટલાક લોકો તેને જેલમાં પણ જોવા માંગે છે. રણવીર અલ્લાહબાદિયાને સોશિયલ મીડિયા પર ઘણી નફરત મળી રહી છે અને સરકાર પણ તેની સામે કાર્યવાહી કરી રહી હોય તેવું લાગે છે.
રણવીર અલ્લાહબાદિયાનું ડાઉનફોલ થયું શરૂ
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ફિલ્મના વિવાદ બાદ રણવીર અલ્લાહબાદિયા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાતોરાત, તેમની વર્ષોની મહેનત, માન અને કમાણી બરબાદ થઈ ગઈ. જ્યાં થોડા સમય પહેલા સુધી બધા રણવીર અલ્હાબાદિયાના વખાણ કરતા જોવા મળતા હતા. પરંતુ એક વિવાદે તેની કારકિર્દીના ડાઉનફોલની શરૂઆત કરી. કાનૂની મુશ્કેલી બાદ, રણવીર અલ્લાહબાડિયાને હવે બીજો મોટો ઝટકો લાગ્યો છે.
Virat unfollowed Ranveer Allahbadia, bhai vo banda latak jayega 😭😭
India's Got Latent | Storm#Beerbiceps #ashishchanchlani
Samay Raina | #indiasgotlatent#ApoorvaMukhija #RanveerAllahbadia pic.twitter.com/OmRfZVHfYl— Viral Template For U (@viralTemplate4U) February 13, 2025
આ પણ વાંચો -ICC: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો !
વિરાટ કોહલીએ રણવીર અલ્હાબાદિયાને કર્યો અનફોલો
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ મુજબ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ(Virat Kohli) 'બીયર બાયસેપ્સ' ફેમ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીરે શોમાં જે કહ્યું અને ત્યારબાદ થયેલા હોબાળા બાદ વિરાટ કોહલીએ આ કાર્યવાહી કરી છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે શું વિરાટે આ પગલું વિવાદ પછી ભર્યું? કે પછી તેને રણવીર અલ્લાહબાદિયાને ઈન્સ્ટાગ્રામ પરથી પહેલાથી જ અનફોલો કરી દીધો હતો? હાલમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે કોહલી રણવીર અલ્લાહબાદિયાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતો નથી.
આ પણ વાંચો -RCB IPL 2025 Captain: IPL પહેલા મોટી જાહેરાત, વિરાટ કોહલી નહીં આ બનશે RCBના નવા કેપ્ટન
રણવીર અલ્લાહબાડિયા વિરાટ કોહલીનો મોટો ફેન
તમને જણાવી દઈએ કે રણવીર અલ્હાબાદિયા ક્રિકેટર વિરાટ કોહલીનો મોટો ફેન છે. તેનું સ્વપ્ન હતું કે વિરાટ એકવાર તેના શોમાં આવે. જ્યારે રણવીર અલ્હાબાદિયા એક કાર્યક્રમમાં વિરાટ કોહલીને મળ્યો, ત્યારે તેને પણ તેના વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. હવે રણવીર અલ્હાબાદિયાને તેના આદર્શે સોશિયલ મીડિયા પર તેને અનફોલો કરવાથી મોટો ઝટકો લાગ્યો હશે. આ તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે.


