મેચ પહેલા પાકિસ્તાનનું National Anthem શરૂ થયું તે સમયે Hardik Pandya શું કરી રહ્યા હતા? જુઓ
- પાકિસ્તાનના નેશનલ એન્થમ દરમિયાન Hardik Pandya એ શું કર્યુ કે જેની થઇ રહી છે ચર્ચા
- કુલદીપ યાદવે ભૂલથી તાળીઓ પાડી, Photo Viral
- ભારતની જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યો
- હાર્દિક પંડ્યાનો 'એટીટ્યુડ' સોશિયલ મીડિયા પર ચર્ચામાં
- ભારત-પાક મેચ પછી ખેલાડીઓના વર્તન પર ભારે ચર્ચા
Hardik Pandya during Pakistan's national anthem : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશા માત્ર રમત કરતાં વધુ હોય છે. તે ભાવનાઓ, રાષ્ટ્રવાદ અને પ્રતિસ્પર્ધાનો સંગમ હોય છે. Asia Cup 2025 માં રમાયેલી તાજેતરની મેચ પણ કંઈ અલગ નહોતી. ભારતે આ મેચ જીતી તો લીધી, પરંતુ મેચ દરમિયાન અને તે પહેલાં બનેલી કેટલીક ઘટનાઓએ સોશિયલ મીડિયા પર અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હાર્દિક પંડ્યાના વલણે.
નેશનલ એન્થમ દરમિયાન Hardik Pandya નો 'એટીટ્યુડ'
મેચ શરૂ થતા પહેલા, જ્યારે પાકિસ્તાનનું નેશનલ એન્થમ વાગી રહ્યું હતું, ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ એકસાથે ઊભા હતા. મોટાભાગના ખેલાડીઓ હાથ જોડીને કે સામાન્ય રીતે ઊભા હતા. પરંતુ, સ્ટાર ઓલરાઉન્ડર Hardik Pandya જે રીતે ઊભો હતો, તે ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતું. તે બંને હાથને કમર પર રાખીને, એકદમ આરામદાયક મુદ્રામાં ઊભો હતો, જાણે કે આખી દુનિયાથી તેને કોઈ ફરક ન પડતો હોય.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ Hardik Pandya ની મુદ્રાને અનેક રીતે અર્થઘટિત કરવામાં આવી. કેટલાક લોકોએ તેને "અહંકાર" ગણાવ્યો, જ્યારે મોટાભાગના ભારતીય ચાહકોએ તેને પાકિસ્તાન પ્રત્યે હાર્દિકનો અણગમો અને દેશભક્તિના પ્રતીક તરીકે જોયો. ચાહકોએ લખ્યું કે હાર્દિકનું આ વલણ દર્શાવે છે કે તે પાકિસ્તાન અને તેની પ્રવૃત્તિઓથી કેટલો નારાજ છે.
See the body language of our team during Pakistan National anthem 😂
- Hardik Hands fold 😎
- Dube Varun Boom Abhishek hands at front😂
- Axar,Tilak ,Sanju Samson, Gill,Sky hands at back 🤟
.....
- Kuldeep Yadav Attention position 😬😬🤡Why Kuldeep ? pic.twitter.com/XC2VpddVRs
— The Priest (@thepriest_Sanju) September 16, 2025
'જલેબી બેબી' ગીતથી શરૂ થયેલો વિવાદ Hardik Pandya
મેચની શરૂઆતમાં જ એક ટેકનિકલ ભૂલ થઈ. પાકિસ્તાનનું નેશનલ એન્થેમ શરૂ થાય તે પહેલાં, ભૂલથી "જલેબી બેબી" નામનું ગીત વગાડવામાં આવ્યું. આ ઘટનાથી પાકિસ્તાની ખેલાડીઓ અને તેમના ચાહકો શરમમાં મુકાયા હતા. આ ઘટના તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને ભારતીય ચાહકોએ તેની જોરદાર મજાક ઉડાવી. આ ઘટનાને ઘણા લોકોએ જાણીજોઈને કરેલી ભૂલ પણ ગણાવી, જોકે આયોજકો દ્વારા તેને ટેકનિકલ ખામી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
કુલદીપ યાદવ અને હાથ ન મિલાવવાની ઘટના
હાર્દિકના વાયરલ વીડિયો ઉપરાંત, બીજી બે ઘટનાઓ પણ ચર્ચામાં રહી. પહેલી ઘટના કુલદીપ યાદવ સાથે સંબંધિત હતી. પાકિસ્તાનનું નેશનલ એન્થેમ સમાપ્ત થયા પછી, કુલદીપ યાદવે ભૂલથી તાળીઓ પાડી દીધી. પરંતુ, તરત જ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે અટકી ગયો. આ વીડિયો પર લોકોએ મજાકમાં લખ્યું કે "કુલદીપ ભાઈ સૂચનાઓ ભૂલી ગયા હતા."
બીજી મોટી ઘટના મેચના અંતે બની. ભારતે મેચ જીત્યા બાદ પાકિસ્તાનના કોઈપણ ખેલાડી સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય લીધો. સામાન્ય રીતે, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓ એકબીજાને અભિનંદન આપે છે અને હાથ મિલાવે છે. પરંતુ, સૂર્યકુમાર યાદવ દ્વારા વિનિંગ શોટ માર્યા બાદ ભારતીય ખેલાડીઓ સીધા ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા ગયા. પાકિસ્તાની ખેલાડીઓ રાહ જોતા રહ્યા, પરંતુ ભારતીય ટીમ તેમની પાસે આવી જ નહીં. આ ઘટનાને પણ ભારતીય ચાહકોએ પાકિસ્તાન પ્રત્યેના ગુસ્સા અને વિરોધના પ્રતીક તરીકે જોયું.
આ પણ વાંચો : ગાંધીનગરમાં ભણેલી આ મોડેલના પ્રેમમાં હાર્દિક પંડ્યા ? છૂટાછેડા બાદ નવા સંબંધની ચર્ચા


