Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup ની ફાઇનલ મેચમાં ભારત-પાકિસ્તાન સામ-સામે રમી શકે છે, જાણો સમીકરણ

Asia Cup 2025 Ind Vs Pak : ભારત અને પાકિસ્તાન (Asia Cup 2025 Ind Vs Pak) પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે પ્રથમ અને બીજા સ્થાને રહેશે
asia cup ની ફાઇનલ મેચમાં ભારત પાકિસ્તાન સામ સામે રમી શકે છે  જાણો સમીકરણ
Advertisement
  • એશિયા કપમાં ઇતિહાસ રચાઇ શકે છે
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાવવાની પ્રબળ શક્યતા
  • એનાલિસીસ વાંચીને તમને અંદાજો આવી જશે

Asia Cup 2025 Ind Vs Pak : ભારત T20 એશિયા કપ 2025 (Asia Cup - 2025) સુપર ફોરમાં પહોંચી ગયું છે, ચાહકો વધુ એક રોમાંચક મુકાબલા માટે તૈયાર છે. એશિયા કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન હજુ સુધી એકબીજા સામે ફાઇનલ મેચમાં (Asia Cup 2025 Ind Vs Pak) ટકરાયા નથી. જોકે, એક સંભવિત દૃશ્ય ઉભરી રહ્યું છે, જેમાંં દર્શકો આ બંને ટીમોને ફાઇનલમાં ટકરાતા જોઈ શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ ક્રમે

ભારતીય ક્રિકેટ ટીમ (Asia Cup 2025 Ind Vs Pak) સુપર ફોર પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે અત્યાર સુધી એક મેચ જીતી છે અને બે પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ +0.689 છે. ભારતે તેની પહેલી સુપર ફોર મેચમાં પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે. તેની બે મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે બાકી છે.

Advertisement

પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે મુકાબલો

પાકિસ્તાની ક્રિકેટ ટીમ (Asia Cup 2025 Ind Vs Pak) સુપર ફોર પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં એક જીતી છે અને એક હારી છે. બે પોઈન્ટ સાથે, તેનો નેટ રન રેટ +0.226 છે. તેની બાંગ્લાદેશ સામે હજુ પણ એક મેચ બાકી છે, જે 25 સપ્ટેમ્બરે રમાશે.

Advertisement

ભારત અને પાકિસ્તાન માટે ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ

  • ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચ (24 સપ્ટેમ્બર) જીતવી પડે
  • પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની મેચ (25 સપ્ટેમ્બર) જીતવી પડે

ઉપરોક્ત સમીકરણ મુજબ, ત્રણ મેચ પછી બાંગ્લાદેશના ફક્ત બે પોઈન્ટ રહેશે. ભારત અને પાકિસ્તાન (Asia Cup 2025 Ind Vs Pak) પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે પ્રથમ અને બીજા સ્થાને રહેશે. આ રીતે, બંને ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થશે. દરમિયાન, શ્રીલંકન ક્રિકેટ અત્યાર સુધી તેની બંને મેચ હારી ગયું છે, અને ફાઇનલમાં પહોંચવું તેના માટે ખૂબ મુશ્કેલ લાગે છે. સુપર-4 પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે અંતિમ મેચ રમાશે.

આ પણ વાંચો ----  આજે India vs Bangladeshનો મહામુકાબલો: કોણ પહોંચશે Asia Cupની ફાઇનલમાં?

Tags :
Advertisement

.

×