Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ થશે IN અને કોણ થશે OUT? આજે થશે Asia Cup 2025 માટે ટીમની જાહેરાત

Asia Cup 2025 માટે ભારતીય ટીમની જાહેરાત આજે થવાની છે. 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEના અબુ ધાબી અને દુબઈમાં યોજાનારી આ T20 ટુર્નામેન્ટ માટે પસંદગી સમિતિ બેઠક કરશે, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર રહેશે. બુમરાહની વાપસી, ગિલનું સ્થાન અનિશ્ચિત અને ઐયરની પસંદગી પર સવાલ જેવા મુદ્દાઓ ચર્ચામાં છે.
કોણ થશે in અને કોણ થશે out  આજે થશે asia cup 2025 માટે ટીમની જાહેરાત
Advertisement
  • આજે થશે Asia Cup 2025 માટે ટીમની જાહેરાત
  • શું ગિલ-સિરાજને તક મળશે?
  • આજે બપોરે 1.30 વાગ્યે સત્તાવાર ટીમની થશે જાહેરાત!

Asia Cup 2025 : ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે રાહ હવે પૂરી થવા જઈ રહી છે. Asia Cup 2025, જેનો પ્રારંભ 9 સપ્ટેમ્બરે થશે અને ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે, તે માટે ભારતીય ટીમની જાહેરાત આજે થવાની છે. આ વખતની ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે અને તેનો આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે શહેરો – અબુ ધાબી અને દુબઈ –માં કરવામાં આવશે.

પસંદગી સમિતિની બેઠક અને ટીમ જાહેરાત

મુંબઈમાં આજે (19 ઓગસ્ટ) બપોરે 12 વાગ્યાથી પસંદગી સમિતિની બેઠક યોજાશે. આ બેઠક બાદ 1.30 વાગ્યે સત્તાવાર ટીમની જાહેરાત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ભારતીય T20 ટીમના વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ બેઠકમાં હાજર રહેશે. ઈજામાંથી તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય T20 ટીમે અત્યાર સુધી 85% જીતનો રેકોર્ડ નોંધાવ્યો છે. છેલ્લી 20 મેચમાંથી 17 જીતવી, ટીમની મજબૂત તૈયારી દર્શાવે છે. આવી સ્થિતિમાં ફાઇનલ સ્ક્વોડમાં સ્થાન મેળવવું ખેલાડીઓ માટે સરળ નહીં હોય.

Advertisement

Advertisement

શુભમન ગિલ પર પ્રશ્નચિહ્ન (Asia Cup)

શુભમન ગિલનું સ્થાન આ વખતની ટીમમાં અનિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેમનો સ્ટ્રાઇક રેટ તેમના વિરુદ્ધ જઈ શકે છે. તાજેતરમાં તેમને ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમને T20 ફોર્મેટમાંથી થોડું ખસવું પડ્યું. ગિલ સાથે વાઇસ-કેપ્ટન તરીકે અક્ષર પટેલની નિમણૂક થઈ હતી. જો ગિલને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો Playing XIમાં જગ્યા આપવા સંજુ સેમસન, અભિષેક શર્મા કે તિલક વર્મામાંથી કોઈ એક ખેલાડીનું સ્થાન ખસેડવું પડશે.

શ્રેયસ ઐયરનું કમનસીબ?

શ્રેયસ ઐયરે IPL અને ઘરેલુ ક્રિકેટ બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે અને બેટિંગ ક્રમમાં કોઈપણ પોઝિશન પર રમવાની ક્ષમતા ધરાવે છે. છતાંય, પસંદગીમાં તેમનું નામ અંધારામાં છે. જો કેપ્ટન સૂર્યકુમાર યાદવ કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર તેમને મહત્વ નથી આપતા, તો ઐયરને આ વખતે પણ ટીમની બહાર રાખવામાં આવી શકે છે.

બોલિંગ વિભાગમાં બુમરાહની વાપસી

ભારતીય બોલિંગ લાઇનઅપમાં સૌથી મોટો ફેરફાર એટલે જસપ્રીત બુમરાહની વાપસી. તેઓ સાથે અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા હશે, જે ફાસ્ટ બોલિંગમાં મજબૂતી લાવશે. સાથે પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજ જેવા વિકલ્પો પણ ટીમને વધુ ગહનતા આપશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થવાની હોવાથી, ત્યાં બુમરાહને આરામ અપાઈ શકે છે, પરંતુ એશિયા કપ માટે તેમનું સામેલ થવું લગભગ નક્કી છે.

એશિયા કપ 2025 માટે ભારતની સંભવિત ટીમ
  • બેટ્સમેન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ
  • ઓલરાઉન્ડર: અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે
  • વિકેટકીપર: સંજુ સેમસન, જીતેશ શર્મા
  • સ્પિનર્સ: કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી
  • ફાસ્ટ બોલર્સ: જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા
  • રિઝર્વ: વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની જાહેરાત થતા તમામ રાજ પરથી પડદો ઉઠી જશે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં આ સંભવિત યુવા અને પ્રતિભાશાળી ટીમ મજબૂત દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ સ્ક્વોડમાં કયા ખેલાડીઓનો સમાવેશ થશે અને કોણ બાકી રહી જશે. એશિયા કપ 2025 માટે ભારતની આ ટીમ ફરીથી એશિયાઈ ક્રિકેટ પર પોતાનો દબદબો જમાવી શકે છે.

આ પણ વાંચો :   Asia Cup T20 : આ ટુર્નામેન્ટના ટોપ 5 સ્કોરર્સમાં ભારતના બે દિગ્ગજ, અંતિમ નામ તમને ચોંકાવી દેશે

Tags :
Advertisement

.

×