Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup 2025 timing change : ભારત-પાકિસ્તાન મેચનો સમય બદલાયો, જાણો નવો સમય

Asia Cup 2025 timing change : UAEમાં ભારે ગરમીને કારણે મેચો હવે 8 વાગ્યે શરૂ થશે. ભારતનો નવો સમયપત્રક અહીં જુઓ.
asia cup 2025 timing change   ભારત પાકિસ્તાન મેચનો સમય બદલાયો  જાણો નવો સમય
Advertisement
  • એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલા મેચનો સમય બદલાયો  ( Asia Cup 2025 timing change)
  • ભારત પાકિસ્તાનની મેચનો પણ સમય બદલવામાં આવ્યો
  • UAEમાં ભારે ગરમી હોવાથી મેચનો સમય બદલાયો
  • ભારતીય સમય મુજબ હવે 8 વાગ્યે શરૂ કરવામાં આવશે

Asia Cup 2025 timing change : એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલાં મેચનો સમય બદલવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ભારે ગરમીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. UAE અને ઓમાન વચ્ચેની મેચ સિવાય, ટુર્નામેન્ટની બાકીની 18 મેચનો સમય હવે બદલાયો છે. આની સીધી અસર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ પર પણ પડશે.

મેચોનો નવો સમય ( Asia Cup 2025 timing change)

પહેલા આ બધી મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હવે તે રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. UAE ના સ્થાનિક સમય અનુસાર, મેચો સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.

Advertisement

અમીરાત ક્રિકેટ બોર્ડે આ ફેરફારની પુષ્ટિ કરી છે. આ નિર્ણયથી ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા પ્રસારણ દેશોમાં પણ મેચો વિલંબિત થશે, જેના માટે પ્રસારણ ટીમોએ તેમની યોજનાઓ બદલવી પડશે.

Advertisement

ભારતીય ટીમનો સમયપત્રક નીચે મુજબ છે:

  • 10 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ યુએઈ
  • 14 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
  • 19 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ ઓમાન

આ બધી મેચોનો સમય હવે બદલાઈ ગયો છે. ફક્ત યુએઈ અને ઓમાન વચ્ચેની મેચ ૧૫ સપ્ટેમ્બરે અબુધાબીમાં નિર્ધારિત સમયે એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

દરમિયાન, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો : Rahul Dravid resignation : રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સનું કોચ પદ છોડ્યું, IPL 2026 પહેલાં મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×