Asia Cup માંથી ભારત અંતિમ સમય પર થશે બહાર? BCCIએ ધારણ કર્યું મૌન
- Asia Cupનો ભારતમાં થઈ રહ્યો છે વિરોધ
- પાકિસ્તાન સામેની ભારતની મેચ અંગે થઈ રહ્યો છે વિરોધ
- પાકિસ્તાની આર્મી ચીફના નિવેદન બાદ ભારતમાંરોષ
- પાકિસ્તાન સામેની મેચ ન રમવા કરી રહ્યા છે માગ
- BCCIના નિર્ણયની લોકોમાં પ્રતિક્ષા
Asia Cup : આ વર્ષે એશિયાકપ (Asia Cup)નું આયોજન UAEમાં થવાનું છે અને ભારત આ ટુર્નામેન્ટનું યજમાન છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત આ ઇવેન્ટનો હાલ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ પાકિસ્તાન સાથેની મેચ છે. પંજાબના પહેલગામમાં થયેલા હુમલા અને પાકિસ્તાની આર્મી ચીફના વિવાદાસ્પદ નિવેદનો બાદ, સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાન સામે ન રમવાની માગ કરી રહ્યા છે.
પાકિસ્તાની સેનાના ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે અમેરિકામાં કરેલા ઉશ્કેરણીજનક નિવેદનો, જેમાં તેમણે પરમાણુ હુમલાની ધમકી પણ આપી હતી, પછી લોકોનો ગુસ્સો વધુ ભડક્યો છે. સોશિયલ મીડિયા પર સતત એશિયા કપમાં પાકિસ્તાન સામે ન રમવાની માગ ઉઠી રહી છે.
Asia Cup Cup રદ કરો
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મામલે BCCI અને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "એક બાજુ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપે છે, અને બીજી બાજુ આપણી BCCI તેમની સાથે ક્રિકેટ રમવાનું વિચારી રહી છે. 'અમન કી આશા' જેવા ઢોંગ છોડો. રેવન્યુ શેરિંગ મોડેલ ખતમ કરો અને એશિયા કપ(Asia Cup) રદ કરો."
The Failed Marshal of Pakistan is talking about taking half the world down by launching a nuclear attack on India
And our BCCI &GoI want India team to play cricket with Pakistan team.
Junk the Aman ki Asha. Dump your revenue sharing model! ! Call off the Asia Cup!— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 10, 2025
Asia Cupમાંથી BCCI ખસી જશે?
આ પ્રકારના વિરોધને જોતાં BCCI કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, પરંતુ તે એટલું સરળ નથી. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે BCCI તાત્કાલિક નહીં, પણ ટૂર્નામેન્ટ નજીક આવશે ત્યારે આ મામલે કોઈ કડક નિર્ણય લઈ શકે છે.
Asia Cup 1990માં પણ રમવાની ના પાડી હતી
ઉલ્લેખનીય છે કે, 1990માં પણ પાકિસ્તાને સિયાચીન અને કાશ્મીર વિવાદના કારણે ભારતમાં એશિયા કપ રમવાની ના પાડી હતી. ભારત પાસે પણ અત્યારે એક મજબૂત કારણ છે, અને BCCI ટૂર્નામેન્ટની યજમાની છોડી શકે છે. ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ એકવાર કહ્યું હતું કે, ભારતીય બોર્ડ એશિયા કપથી થતી આવક સહયોગી દેશોને આપી દે છે જેથી ત્યાં ક્રિકેટનો વિકાસ થાય, એટલે BCCIને આવકનું કોઈ મોટું નુકસાન થશે નહીં. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, BCCI આગામી સમયમાં કોઈ મોટું પગલું ભરે તો નવાઈ નહીં.
આ પણ વાંચો: Ujjwala Yojanaમાં મોટો ફેરફાર: હવે 12ને બદલે 9 સિલિન્ડર મળશે , જાણો કેમ?


